તલાટીની પરીક્ષા માટે સંમતિ પત્ર ભરવા માટેનો સમય પૂર્ણ થયો છે. ત્યારે અત્યાર સુધીમાં અંતિમ તારીખ સુધીમાં 8 લાખ 65 હજાર ઉમેદવારોએ સંમતિ પત્ર ભર્યા છે. 17 લાખ ઉમેદવારોમાંથી 8 લાખ 65 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે સંમતિ પત્ર ભરવામાં આવ્યા છે.
કલાર્કની પરીક્ષામાં ૯,૫૩,૭૨૩ ઉમેદવારો પૈકી ૩,૯૧,૭૩૬ ઉમેદવારોએ પરીક્ષામાં હાજરી આપી હતી ત્યાર બાદ આ નિર્ણય લેવાયો હતો. કેમ કે,અગાઉ તલાટીની પરીક્ષા મોટી સંખ્યામાં ઉમેદવારો વધુ હતા અને કેન્દ્રો પણ ઓછા મળ્યા હતા જેથી તારીખ લંબાવીને 7 મે કરાઈ હતી.તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ યોજવામાં માટે બોર્ડે તૈયારી હતી.તલાટીની પરીક્ષા આગામી 7 મેના રોજ યોજવામાંઆવી રહી છે ત્યારે ઉમેદવારોએ અગાઉથી કન્ફર્મેશન આપવાના નિયમ હેઠળ આ ફોર્મ ભરવાની પ્રક્રીયા પૂર્ણ કરવામાં આવી છે.કન્ફર્મેશન નહીં આપનાર પરીક્ષા આપી શકશે નહી,એમ આ વખતે તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.સંમતિ પત્ર ભરવાને લઈને વિદ્યાર્થીઓએ છેલ્લી તારીખ સુધીમાં આ સંમતિ પત્ર ભર્યા છે. ઉમેદવારને પરીક્ષા તેમના સિવાય અન્ય જિલ્લામાં આપવાની રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500