Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરામાં રાંધણ ગેસનાં સિલિન્ડરમાં ભાવ વધારાનાં વિરોધમાં દેખાવો કરનાર કોંગ્રેસી કાર્યકરોએ અટકાયત

  • May 09, 2022 

કોંગ્રેસ દ્વારા ચાલતા મહંગાઈ મુક્ત ભારત અભિયાન અંતર્ગત રાંધણ ગેસના સિલિન્ડરમાં થઈ રહેલા સતત ભાવ વધારાના વિરોધમાં આજરોજ વડોદરા શહેર કોંગ્રેસે દેખાવો કર્યા હતા. વડોદરા શહેરના માંડવી ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ દેખાવો કરી સિલિન્ડરમાં થયેલા ભાવ વધારાને પાછો ખેંચવાની માગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને હાય હાય બોલાવી હતી. કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ સાથે પોલીસના ખેંચતાણના અને ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં કોંગ્રેસના કેટલાક અગ્રણીઓની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસી કાર્યકરોએ અટકાયત કરીને લઇ જવાતા પોલીસવાન આડે આવી રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો.



હાથમાં બેનરો અને પોસ્ટરો તેમજ સિલિન્ડરના કટ આઉટ તેમજ માથે ગેસ સિલિન્ડર ઊંચકીને વિરોધ પ્રદર્શન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, સતત થઈ રહેલા ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું મહિનાનું બજેટ ખોરવાઇ ગયું છે. અગ્રણીઓએ જણાવ્યું હતું કે, વર્ષ 2014માં "બહુત હુઈ મહેંગાઈ કી માર......" જેવા સૂત્ર ગજવી ને ભાજપે બહુમતી મેળવી છે. પરંતુ ભાજપ શાસન આવ્યા બાદ દિન-પ્રતિદિન મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે.



જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ બમણા થતાં સામાન્ય નાગરિકની કમર તૂટવાની સાથે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. યુપીએની સરકાર હતી ત્યારે ગેસ બોટલના રૂપિયા 400 થયા હતા, ત્યારે ભાજપે રોડ પર ઉતરીને આંદોલન કર્યા હતા, અને હવે બોટલનો ભાવ રૂપિયા 1000 થઈ ગયો છે. હવે કેમ ભાજપના નેતાઓ ચૂપ થઈ ગયા છે. પ્રજાની વેદના સમજીને સરકારે ભાવ ઘટાડો કરવો જોઇએ તેવી માં ગણી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application