ગુજરાતમાં ચીજવસ્તુઓનો બેફામ ભાવ વધારો અને કોરોના રસીકરણ સહિતની ગંભીર પરિસ્થિતિ તથા મંદીના હવામાનથી પીડાતી જનતાનો અવાજ તંત્ર સુધી પહોંચાડવા માટે આખરે પ્રદેશ કોંગ્રેસે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે અને ૮મી જુલાઇ ના રોજ બારડોલી ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જનચેતના અભિયાનના ભાગરૂપે સંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે સંદર્ભે જિલ્લા કોંગ્રેસની કારોબારીની બેઠક પણ બોલાવવામાં આવી છે. જેમા સંગઠન નેં લગતી ચર્ચાઓ પણ થઈ શકે છે.
બારડોલી મંછા બા હોલ ખાતે ગુરૂવારે ૧૦ કલાકે પ્રદેશ પ્રમુખ ચાવડા કાર્યકરો સાથે કરશે સંવાદ.
વધુ વિગતો મુજબ દેશમાં ઇંધણ સહિતની ચીજવસ્તુઓ ના બેફામ અને આસમાને પહોંચતા ભાવ વધારા સામે દેશભરમાં ભારે રોષ છે મોંઘવારી મંદી અને મહામારી થી જનતા ત્રસ્ત થઈ ઊઠી છે અને પેટ્રોલ ડીઝલના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે આ આંદોલન જનચેતના અભિયાન રૂપે શરૂ કરવામાં આવ્યું છે જે આવતીકાલથી આગામી ૧૭મી એપ્રિલ સુધી રાજ્યભરમાં ચલાવવામાં આવનાર છે મંદી અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના અભિયાનના પ્રારંભના ભાગરૂપે ૮ જુલાઇ ના રોજ બારડોલી ખાતે સવારે 10 કલાકે મંછા બા હોલ માં સંવાદ કરવા માટેના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે .
આગામી ૨૦૨૨ માં યોજાનાર ગુજરાત વિધાનસભા ની ચૂંટણીનાં લક્ષી ચર્ચા પણ કરવામાં આવશે
આ કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી તેમજ કોંગ્રેસ આગેવાન દર્શન નાયકના જણાવ્યા મુજબ કાર્યક્રમમાં આગામી ૨૦૨૨ માં યોજાનાર ગુજરાત વિધાનસભા ની ચૂંટણીનાં લક્ષી ચર્ચા પણ કરવામાં આવશે જિલ્લાના કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો. યુથ કોંગ્રેસ .મહિલા કોંગ્રેસ. એન.એસ.યુ.આઈ. સેવાદળ. કોંગ્રેસમાંથી ચૂંટાયેલા તેમજ ચૂંટણી લડેલા ઉમેદવારો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500