કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી અમેરિકા પહોંચી ગયા છે અને તેમણે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યુ હતુ. આ પહેલા રાહુલ ગાંધીને જોકે અમેરિકાના એરપોર્ટ પર બે કલાક લાઈનમાં ઉભા રહીને રાહ જોવી પડી હતી. રાહુલ ગાંધી સાથે ઘણા મુસાફરોએ સેલ્ફી પણ લીધી હતી. કોમન મેનની જેમ રાહુલ ગાંધી ઈમિગ્રેશન માટેની લાઈનમાં પોતાનો વારો આવે તેની રાહ જોતા ઉભા રહ્યા હતા. લોકોએ તેમને પૂછ્યુ હતુ કે, તમે લાઈનમાં કેમ ઉભા છો??? ત્યારે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, હું એક સામાન્ય માણસ છું અને મને આ જ રીતે વહેવાર કરવો પસંદ છે. હું હવે કોઈ સાંસદ નથી.
એ પછી એરપોર્ટની બહાર નીકળેલા રાહુલ ગાંધીનો ઓવરસિઝ કોંગ્રેસનાં અધ્યક્ષ સામ પિત્રોડાએ સ્વાગત કર્યુ હતુ. દિલ્હીની કોર્ટે તેમને અમેરિકાનાં પ્રવાસ માટે મંજૂરી આપી હતી. આ માટે તેમને આમ ભારતીયને અપાય છે તેવો પાસ પોર્ટ આપવામાં આવ્યો હતો. કારણકે સાંસદ તરીકે તેમની માન્યતા રદ થયા બાદ સાંસદને મળતો ડિપ્લોમેટિક પાસપોર્ટ તેમણે પાછો આપી દીધો હતો અને નવા પાસપોર્ટ માટે અરજી કરી હતી. અમેરિકાનાં પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી ત્રણ શહેરોમાં ભારતીય સમુદાયને સંબોધન કરવાના છે. જેમાં સાન ફ્રાન્સિસ્કો ઉપરાંત વોશિંગ્ટન અને ન્યૂયોર્કનો સમાવેશ થાય છે. વોશિંગ્ટનમાં તેઓ પત્રકારો સાથે વાતચીત કરવાના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application