તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજ્યમાં કોંગ્રેસ વતી પ્રચાર કરવા પહોંચેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ રાજ્યના જગતિયાલ જિલ્લામા શુક્રવારે હાઈવે પાસેનાં એક ઢાબામાં ઢોંસા બનાવ્યા તે સમયે તેઓની સાથે રહેલા કોંગ્રેસ નેતાઓ, કાર્યકરો અને ઢાબામાં રહેતા તથા આજુબાજુ રહેલા કેટલાએ લોકો રાહુલ ગાંધીની આ કાર્યવાહી જોવા ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. સહજ છે કે તે ઢાબાનો માલિક અને તેના છોકરાઓ (નોકરો) પણ ત્યાં હાજર હોય જ. આ પછી રાહુલ ગાંધીએ તેઓની ત્રિદિવસીય મુલાકાત સંપન્ન થતાં દિલ્હી જવા પણ રવાના થયા હતા, પરંતુ તે પૂર્વે તેઓએ અરમૂર જિલ્લામાં એક જાહેર સભાને પણ સંબોધન કર્યું હતું.તેઓની આ કાર્યવાહી અંગે એક સ્થાનિક કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે,પહેલાં સાયકલ રીપેર કરી પછી બાઈક રેલી કરી, પછી રાહુલજી ચંદીગઢ બાઈક પર ગયા. દિલ્હીમાં રેલવે પોર્ટર પણ બન્યા, અને હવે હાઈ-વે પરના ઢાબામાં ઢોંસા પણ બનાવ્યા. આ રીતે ભારત-જોડો યાત્રા પછી રાહુલજીએ કોંગ્રેસમાં નવી ચેતના જગાવી છે.
તેલંગાણામાં યોજાનાર વિધાનસભા ચૂંટણી અંગે રણભેરી વગાડતા હોય તે રીતે રાહુલે તેઓનાં કહેલાં વિવિધ પ્રવચનો છે. રાજ્યમાં કોંગ્રેસ તરફીમોજું હવે 'સુનામી' બની રહ્યું છે. તેમ પણ કોંગ્રેસના એક સાંસદે પત્રકારોને જણાવ્યું હતું.કોંગ્રેસની તેલંગાણામાં યોજાયેલી વિજય ભેરી યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પોતાનાં પ્રવચનમાં ખેડૂતોને વચન આપ્યું હતું કે લઘુતમ ટેકાના ભાવ કરતાં કોંગ્રેસ સત્તા પર આવશે તો ખેડૂતોને ક્વિંટલ દીઠ રૃા. ૫૦૦ વધુ આપશે. તે સાથે તેઓએ કહ્યું કે કોંગ્રેસ જો કેન્દ્રમાં સત્તા પર આવશે તો તે તેલંગાણા સહિત દેશભરમાં ફરી કાસ્ટ સેન્સસ હાથ ધરાવશે.આ સાથે ૩૦ વિધાન સભ્યોની બનેલી રાજ્ય વિધાન સભાની ચૂંટણી માટેનાં પ્રચારમાં કરેલાં પ્રવચનમાં રાહુલે કહ્યું હતું કે, રાજ્યમાં આ વખતે દોરાસા (જમીનદારો) (ભાજપ) અને પ્રાજલ (જનસામાન્ય કોંગ્રેસ) વચ્ચે જ સંઘર્ષ થવાનો છે.નિરીક્ષકો વધુમાં કહે છે કે, તે ઇંડીયા ગઠબંધનથી જુદા રહેલ બી.આર.એસ. પક્ષને કોંગ્રેસની આ સુનામીથી ભારે નુકસાન થવાનું છે. તે નિશ્ચિત છે. સંભવત: તે પાર્ટી જ રાજ્યમાં સરકાર રચી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500