Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ ખાતે કોંગ્રેસ દ્વારા યુવા સ્વાભિમાન સંમેલનનો કાર્યક્રમ યોજાયો : હાર્દિક પટેલે કહ્યું, અહી બેઠેલો એકપણ યુવાનને 100 રૂપિયા આપીને નથી બોલાવ્યો

  • April 26, 2022 

સોનગઢ ખાતે સોમવારે જિલ્લા કોંગ્રેસ દ્વારા યુવા સ્વાભિમાન સંમેલનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ બી.વી.શ્રીનિવાસન સહિત કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સહિત સ્થાનિક ધારાસભ્યો અને કોંગી આગેવાનો ઉપસ્થિત રહી સોનગઢ નગરમાં પગપાળા રેલી કાઢી સભા સંબોધી હતી,જેમાં હાલની સરકારની રોજગાર ધંધા તેમજ પેપર લીક મુદ્દે ઝાટકણી કાઢી બીજેપી સરકારને ઉખેડી આવનાર વિધાનસભામાં કોંગ્રેસ ને સ્પષ્ટ બહુમતી થી જીતડવાની વાતો કરી હતી..સાથે હાર્દિક પટેલે મીડિયા સાથે વિવિધ પ્રશ્નો મુદ્દે વાતચીત કરી હતી જેમાં ભાજપમાં જોડાવા બાબતે પ્રશ્નકર્તા તેમણે મીડિયામાં ચાલી રહેલી અફવા ગણાવી હતી સાથે કોંગ્રેસના નેતૃત્વ સાથે નારાજગી મુદ્દે પૂછતાં તેમણે પોતાના પરિવારનો આંતરિક વિવાદ છે જેને અમે આંતરિક રીતે સુધારી લઈશું હાલમાં જ હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે ચૂંટણી લડવા માટે માર્ગ મોકળો કરી આપતાં તેણે ચૂંટણી લડવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે સાથે તેમના સાથી મિત્રો ધારાસભ્ય બની ગયા છે એમની પણ મહેચ્છા છે કે ધારાસભ્ય બને હાર્દિક પટેલ ને લઈને ચાલતી વિવિધ અટકળો ના હાર્દિક પટેલે રાજકીય જવાબો આપ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તે અંગે અનેક અટકળો ચાલી રહી છે.આ દરમિયાન તેમનું વધુ એક તાજેતરનું નિવેદન સામે આવ્યું છે જ્યારે તેમણે ભાજપના વખાણ કરવાના પ્રશ્ન પર કહ્યું હતું કે,તેમણે જો બિડેનની પણ પ્રશંસા કરી હતી, તેનો અર્થ એ નથી કે તેઓ બિડેનની પાર્ટીમાં જોડાયા છે. હાર્દિક પટેલ પાછલા ઘણા દિવસથી કૉંગ્રેસની નેતાગીરી સામે નકારાત્મક નિવેદનોને કારણે ચર્ચામાં છે,ગુજરાત કૉંગ્રેસની નેતાગીરી સામે તેમની નારાજગીને તેમના કૉંગ્રેસ છોડવાના અને ભાજપમાં જોડાવવાના સૂચક તરીકે જોવામાં આવી રહી છે.

અહી બેઠેલો એકપણ યુવાનને 100 રૂપિયા આપીને નથી બોલાવ્યો-હાર્દિક પટેલ 

સોનગઢ ખાતે જિલ્લા કૉંગ્રેસ યુવા સ્વાભિમાન સંમેલનના કાર્યક્રમમાં હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જે દરમિયાન તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં પોતાના આગામી રાજકીય આયોજન અંગે કેટલીક મહત્ત્વની વાતો કરી હતી. આ સિવાય તેમણે અમુક દિવસો પહેલાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં ભાજપનાં વખાણ કરવા મામલે વ્યક્ત કરાઈ રહેલી શંકા બાબતે સ્પષ્ટતા કરી હતી. તેમજ પોતાની વૉટ્સઍપ પ્રોફાઇલ પર ભગવા ખેસવાળી તસવીર મૂકવાની વાત તેમજ સમારોહમાં કૉંગ્રેસનો ખેસ ન પહેરવાની વાત અંગે સ્પષ્ટતા કરી હતી. હાર્દિક પટેલે કહ્યું કે, અહી બેઠેલો એકપણ યુવાનને 100 રૂપિયા આપીને નથી બોલાવ્યો,છતાંપણ યુવાન કેમ આવ્યો છે ?? કેમકે એક નવી આશા અને ઉમીદ સાથે બેઠો છે,અને અમે પણ યુવાન તરીકે એજ ઇચ્છીએ છે. રાજ્યમાં કંઇક સારું થાય અને સારું પરિવર્તન આવે. હાર્દિક પટેલે એ પણ કહ્યું હતું કે,લોકો વાત કરશે. મેં જો બિડેનની પણ પ્રશંસા કરી હતી જ્યારે તેઓ યુએસ ચૂંટણી જીત્યા હતા કારણ કે ઉપરાષ્ટ્રપતિ ભારતીય મૂળના છે. તેનો અર્થ એવો નહોતો કે હું તેમની પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.

હાર્દિક પટેલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેના કોંગ્રેસ છોડવાની અટકળો ચાલી રહી છે. હાર્દિક છેલ્લા ઘણા દિવસોથી જાહેરમાં ભાજપના વખાણ કરી રહ્યો છે અને પાર્ટી નેતૃત્વ પર સવાલ ઉઠાવી રહ્યો છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે,તેઓ ચૂંટણી પહેલા પાર્ટી છોડી શકે છે.એટલું જ નહીં તાજેતરમાં હાર્દિકે પોતાને રામ ભક્ત ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપે રામ મંદિરનું નિર્માણ કર્યું છે અને કલમ 370 હટાવીને ઘણું સારું કામ કર્યું છે. સામાન્ય રીતે કોંગ્રેસના નેતાઓ આ મુદ્દાઓ પર વાત કરતા નથી,પરંતુ ભાજપના આવા વખાણ હાર્દિક પટેલ અંગેની અટકળોને વેગ મળ્યો છે. જો તે વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાય છે તો ભગવા પાર્ટીને તેનાથી મોટી સત્તા મળશે.

ચાલુ કાર્યક્રમ દરમિયાન મંડપ તૂટી પડ્યો 

ચાલુ કાર્યક્રમ દરમિયાન મંડપ તૂટી પડતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પવનના કારણે મંડપ એકબાજુથી પડી ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નહોતી. આ ઘટનાના કારણે મંચ પર ઉપસ્થિત હાર્દિક પટેલ ખડખડાટ હસી પડ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application