Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં ૧૨૦૦ લોકો સાથે છેતરપિંડી કરનાર ચીની નાગરિકને લઈને કૉંગ્રેસે સરકાર પાસે શ્ર્વેતપત્રની માગ કરી

  • August 19, 2023 

કૉંગ્રેસે શુક્રવારે એક ચાઈનીઝ નાગરિકને સંડોવતા કથિત કૌભાંડને લઈને બીજેપીની આગેવાની હેઠળના કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું અને સટ્ટાબાજીની એપનો ઉપયોગ કરીને ગુજરાતમાં ૧,૨૦૦ લોકો સાથે ૧૪૦૦ કરોડ રૂપિયાની “છેતરપિંડી કરવાના આરોપો પર સરકારને શ્ર્વેતપત્ર બહાર પાડવાની માંગ કરી હતી.



કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ એવો દાવો કર્યો હતો કે વુ ઉયાનબેએ ફૂટબોલ સટ્ટાબાજીની એપનો ઉપયોગ કરીને ગુજરાતમાં ૧,૨૦૦ લોકો સાથે માત્ર નવ દિવસમાં ૧,૪૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને દેશ છોડીને ભાગી ગયો હતો, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે ગૃહ પ્રધાન અમિત શાહ તેમને રોકી શક્યા નથી.ખેડાએ એવો પણ દાવો કર્યો હતો કે ભાજપ શાસિત ઉત્તર પ્રદેશમાં પોલીસે ‘દાની ડેટા એપ’નો પ્રચાર કર્યો હતો, જેનાથી તેને સામાન્ય લોકોનો વિશ્વાસ મેળવવામાં મદદ મળી હતી.તેણે સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ કેટલીક તસવીરો પ્રદર્શિત કરી હતી જ્યાં ઉત્તર પ્રદેશ પોલીસ કથિત રીતે ‘દાની ડેટા એપ’-પ્રાયોજિત લવ ડોનેશન બેનરો સાથે પોઝ આપતી જોવા મળે છે.



તેણે દાવો કર્યો હતો કે ચાઈનીઝ ટેકી ૨૦૨૦-૨૨માં ભારતમાં રોકાયો હતો અને ભારતમાંથી ભાગી જતા પહેલા તેણે નકલી ફૂટબોલ સટ્ટાબાજીની એપ બનાવી હતી જેનો ઉપયોગ કરીને તેણે ગુજરાતના – મોટાભાગે બનાસકાંઠા અને પાટણના – અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાંથી સામાન્ય લોકો સાથે કરોડોની છેતરપિંડી કરી હતી.અમે માગણી કરીએ છીએ કે સરકાર સત્ય બહાર લાવવા માટે શ્ર્વેતપત્ર બહાર પાડે અને કેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને કૌભાંડી કોની સાથે સંકળાયેલા છે તેની તપાસ કરે.તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ડિસેમ્બર ૨૦૨૨ સુધી ગુજરાત પોલીસને ૧,૦૮૮ ફરિયાદો અને હેલ્પલાઈન ૧,૯૩૦ પર ૩,૬૦૦થી વધુ છેતરપિંડીની ફરિયાદો મળી છે.મહાત્મા ગાંધીનું ગુજરાત સટ્ટાબાજીના કૌભાંડો અને પોન્ઝી યોજનાઓનું હબ બની રહ્યું છે, પરંતુ ડબલ એન્જિનની સરકારે આ યોજનાઓનો ભોગ બનેલા ગુજરાતીઓની દુર્દશા પ્રત્યે દુ:ખદાયક ‘ડબલ ઉદાસીનતા’ દર્શાવી છે.માત્ર ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકવાથી કંઈ નહીં થાય અને નક્કર કાર્યવાહીની માંગણી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application