મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર કરવા પીએમ મોદીએ કમાન સંભાળી છે.તેઓ મધ્યપ્રદેશના પ્રવાસે છે. સતનામાં પીએમ મોદીએ ચૂંટણી સભા સંબોધ્યા બાદ હાલ તેઓ છત્તરપુરમાં સભા સંબોધી રહ્યા છે.
તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે કોંગ્રેસ માટે આખો દેશ એટલે માત્ર દિલ્હી. દિલ્હીના રૂમ પુરતી જ યોજના બનતી. કોંગ્રેસના નેતા વિદેશી મિત્રોને જો દિલ્હીની બહાર લઇ જાય તો માત્ર ગરીબી જ દેખાડતા હતા. કોંગ્રેસની સરકાર ગરીબોની મજાક કરે છે. તેમ જણાવ્યું હતું.
પીએમ મોદીએ છતરપુરમાં કહ્યું કે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર ન બને તે માટે કોંગ્રેસે ભગવાન રામને કાલ્પનિક ગણાવ્યા હતા. કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો પણ વિરોધ કર્યો હતો. કોંગ્રેસે દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિનો પણ વિરોધ કર્યો હતો. કોંગ્રેસ ભારતીય ભાષાઓમાં મેડિકલ અને એન્જિનિયરિંગ શિક્ષણનો પણ વિરોધ કરે છે.
પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે કોરોના જેવા કપરા સમયમાં પણ મે ગરીબના ઘરનો ચૂલો બંધ થવા દીધો નથી. કોઇ ગરીબ પરિવાર ભૂખ્યો ઉંઘ્યો નથી તેનો મને સંતોષ છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ગરીબોને પાકુ ઘર મળીને જ રહેશે. એક લાખ લોકોને તો ઘરનું ઘર મળ્યુ પરંતુ કોરોનાને કારણ ેબાકી રહી ગયેલા ગરીબોને પણ પાકુ ઘર આપવાની પીએમ મોદીએ ગેરંટી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500