કોગ્રેસ દ્વારા મોંઘવારી,બેરોજગારી અને ખાદ્યપદાર્થ પર લગાવવામાં આવેલ જી.એસ.ટી.બાબતે ગુજરાત બંધનાં એલાનનાં પગલે તાપી જીલ્લાનાં વડામથક વ્યારા,સોનગઢ,વાલોડ,ડોલવણ,નિઝર અને વેલ્દામાં બજારો બંધ રહેતા કોગ્રેસનાં બંધ ને સફળતા મળી હતી જોકે કુંકરમુંડાનો બજાર ઘમઘમતો રહ્યો હતો.
વઘતી મોંઘવારી,બેરોજગારી અને ખાદ્યપદાર્થ પર લગાવવામાં આવેલ જી.એસ.ટી.ને લઇ અસહ્ય મોંઘવારીથી પ્રજા ત્રસ્ત બની હોય આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ થી સવારે ૮ થી બપોર નાં ૧૨ વાગ્યા સુધી બંઘનું એલાન આપવામાં આવ્યું હતું ગતરોજ થી જ કોગ્રેસ એ બંઘને સફળ બનાવવા પ્રયાસો હાથ ઘરી નાના-મોટા વેપારીઓ અને વેપારી મંડળ તેમજ દુકાનદારો ને બંધમાં જોડાવા અપીલ કરી હતી કે,આ મોંઘવારી તમામને સ્પર્શે છે જેને લઈ તાપી જિલ્લાનાં વડામથક વ્યારા,સોનગઢ,વાલોડ,ડોલવણ,નિઝર અને વેલ્દા ના બજારો બંધ રહ્યા હતા, આ બંઘ નાં કાર્યક્રમને સફળ બનાવવા કેન્દ્ર સરકારનાં માજી મંત્રી ડો.તૃષારભાઈ ચોઘરી,પ્રદેશ મંત્રી,તાપી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભીલાભાઈ ગામીત,ધારાસભ્યો સુનીલ ગામીત,પુનાજી ગામીત સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500