Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદામાં કોંગ્રેસ આગળ તો તાપીમાં ભાજપના ઉમેદવાર આગળ, જાણો લેટેસ્ટ અપડેટ

  • December 08, 2022 

દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓની કુલ 35  બેઠકોનું આજે પરિણામ છે. આ સાત જિલ્લાઓમાં નર્મદાની 2 બેઠક, ભરૂચની 5 બેઠક, સુરતની 16, તાપીની 2 બેઠકો, ડાંગની એક, નવસારીની 4 બેઠકો અને વલસાડની 5 બેઠકનો સમાવેશ થાય છે.



ક્યાં કોણ આગળ

સુરત ઉત્તર બેઠકમાં ભાજપના કાંતિ બલર આગળ છે. કરંજ બેઠક પર પ્રવીણ ઘોઘારી (ભાજપ) આગળ છે. નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પર 9 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર 18 હજારથી વધુ મતથી આગળ છે. વલસાડની પારડી બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ છે. સુરતની કતારગામ બેઠક પર ભાજપના વીનુ મોરડિયા 13600 મતથી આગળ છે. ડાંગ જિલ્લામાં ડાંગ સીટ પરથી ભાજપના ઉમેદવાર આગળ છે. સુરતની માંગરોળ બેઠક પર ભાજપના ગણપત વસાવા આગળ છે. ભરૂચની ઝઘડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ છે. તાપીની વ્યારા બેઠક પર હવે ભાજપના ઉમેદવાર આગળ છે. ભરૂચ બેઠક ઉપર પણ આગળ છે.



11:06 AM, હર્ષ સંઘવી જીત્યા

સુરતની મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવી જીતી ગયા છે. અત્રે જણાવવાનું કે દક્ષિણ ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. ગત વખતે ભાજપને સારી એવી બેઠકો મળી હતી અને આ વખતે પણ ભાજપનું નોંધપાત્ર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ સફળ થતા જોવા મળી રહ્યા નથી.



10:33 AM, 31 બેઠક પર ભાજપ આગળ

દક્ષિણ ગુજરાતની કુલ 35 બેઠકમાંથી 31 બેઠક પર ભાજપ, 2 પર  કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી 2 બેઠક પર આગળ છે. જે જોતા જણાય છે કે ભાજપ દક્ષિણ ગુજરાતમાં જબરદસ્ત ફતેહ સર કરી રહ્યું છે.



09:53 AM, ભરૂચમાં ભાજપ આગળ

ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ છે. વલસાડ બેઠક પર ભાજપ, નવસારીની ગણદેવી બેઠક પર ભાજપ આગળ છે. વાંસદામાં કોંગ્રેસ આગળ છે. તાપીમાં ભાજપના ઉમેદવાર આગળ છે. જ્યારે ભરૂચના જંબુસરમાં પણ ભાજપ આગળ છે.



09:17 AM, કરંજ બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ

સુરતની કરંજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રવીણ ઘોઘારી આગળ છે. જ્યારે કતારગામમાં સતત બીજા રાઉન્ડમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પાછળ છે. હર્ષ સંઘવી આગળ છે. જ્યારે સુરત પૂર્વમાં કોંગ્રસના અસલમ સાઈકલવાલા આગળ છે. સુરતમાં માંડવી બેઠક પર ભાજપ આગળ છે.




09:04 AM, મજૂરા બેઠકથી હર્ષ સંઘવી આગળ

સુરતની મજૂરા બેઠક પરથી ગૃહ  રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાલ આગળ છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત સીટો મેળવવાનો દાવો કર્યો હતો પરંતુ હાલ આ દાવો સત્ય બનતો જોવા મળી રહ્યો નથી કારણ કે મજૂરા અને કતાર ગામ તથા વરાછા રોડ બેઠક ઉપર પણ આમ આદમી પાર્ટી પાછળ છે.



08:14 AM, અલ્પેશ કથીરિયા પાછળ

8 વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટ મતગણતરી થઈ રહી છે. વરાછા બેઠક પરથી અલ્પેશ કથીરિયા પહેલા આગળ હતા પરંતુ હવે તેઓ પાછળ થઈ ગયા છે. સતત ફેરબદલ થઈ રહ્યો છે. હાલ વરાછા બેઠક પરથી કુમાર કાનાણી આગળ છે.



07:30 AM, 2017નું પરિણામ

ગત વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને આ 35 બેઠકોમાંથી 25 બેઠકો મળી હતી જ્યારે 10 બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application