કોંગ્રેસ મહિલા પ્રવક્તા પ્રગતિ આહિરે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગુલાબ સિંહ યાદવ પર આક્ષેપ કરતા કહ્યું કે,આમ આદમી પાર્ટીના નેતા ગુલાબસિંહ યાદવે ટિકિટ આપવાના બહાને યુવતી પર યૌન શોષણ કર્યું છે. કોંગ્રેસ દ્વારા આ કોન્ફરન્સમાં મહિલાનો વીડિયો પણ ઓળખ છુપી રહે તે રીતે બતાવવામાં આવ્યો હતો. મીડિયા સમક્ષ તેમણે આ આક્ષેપ કર્યો છે.
આમ આદમી પાર્ટીના નેતા પર આક્ષેપ કરતા કોંગ્રેસ મહિલા પ્રવક્ત પ્રગતિ આહીરે કહ્યું કે,દંગા,દારુ, ડ્રગ્સની સાથે સાથે દુષ્કર્મ ચોથો ડી આપમાં ઉમેરાયો છે. શિક્ષણ અને આરોગ્યની વાતો ખાલી થઈ રહી છે. એક મહિલા હોવાના નાતે આપ પાર્ટીના નેતાને કહું છું ગુજરાતના પ્રભારીના પદ પર છો,આવું કરો છે ત્યારે કયા મોઢે તે મત માંગવા જશે.બહારથી આવેલા અને પોતાની જાતને પ્રસ્થાપિત કરવા માટે આવા હીન કૃત્ય કરતા હોય તેમને વોટ આપતા વિચારજો તેમ તેમણે કહ્યું હતું. સાથે કહ્યું કે,આ એક મહિલા સામે આવી છે ત્યારે તેમને કેટલી મહિલાઓનો ભોગ લીધો હશે. ફરીથી ગુજરાતની અસ્મિતાને દાગ લગાવે તેવા આ કિસ્સાઓ સામે આવ્યા છે.
આ મહિલા ગુજરાતની છે.પ્રગતિ આહીરે વધુમાં કહ્યું કે,આ નેતા ગુલાબસિંહ યાદવ ગુજરાતના પ્રભારી અને દિલ્હીના ધારાસભ્ય છે. ગુજરાતમાં ઈલેક્શન છે અને એ મહિલાને ટિકિટ આપવાની વાત કરી હતી. આ ગુજરાતની જ મહિલા છે. કે તેને આ પ્રકારે લાલચ આપી શોષણ કરવામાં આવ્યું છે. ગુજરાતનું ગૃહવિભાગ મહિલાને રક્ષણ આપે. આમ ગંભીર આક્ષેપ પ્રગતિ આહીરે કર્યા છે.આજે કોંગ્રેસ દ્વારા આ ગંભીર આરોપો મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. કોંગ્રેસના મહિલા પ્રવક્તાએ આપ નેતા પર આ પ્રકારે ગંભીર આક્ષેપ કર્યા હતા અને વીડીયો પણ આ મહિલાની આપવીતી વ્યક્ત કરતો બતાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500