ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજકીય પાર્ટીએ પ્રચાર તેજ કરી દીધો છે. ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી પ્રચાર કરી રહી છે ત્યારે હવે કોંગેસ પણ મોડે મોડેથી પ્રચારની ગતિ તેજ કરી છે. આજે અમદાવાદના નરોડા ખાતે પ્રમુખ જગદીશ ઠાકોરે મારુ બુથ,મારુ ગૌરવ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
કોંગ્રેસના ઉપપ્રમુખ હિમતસિંહે બાપુનગરમાં કરાવ્યો હતો પ્રારંભ.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી થોડાક મહિનામાં જ હોય તેને લઈએ દરેક રાજકીય પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા 125 સીટ જીતવાના લક્ષ્ય સાથે આજે નરોડમાં ઘરે ઘરે પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ આ વર્ષે સૌથી વધારે ભાર બુથ પર આપી રહી છે અને તેના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. રાજ્યમાં 52000 બુથમાં આવતા 1.50 કરોડ ઘર સુધી ત્રણ દિવસમાં જ પહોંચશે અને 5 સપ્ટેબરના રોજ કોંગ્રેસના રાહુલ ગાંધીએ આપેલા વચનો અને કોંગ્રેસ દ્વારા કરેલા કર્યોને ઘર ઘર સુધી પહોંચાડવામાં આવશે. કોંગ્રેસના કાર્યકરો,નેતાઓ સંકલ્પ પત્ર લઈને ઘરે ઘરે પ્રચાર કરી રહ્યા છે. આ અભિયાન ત્રણ દિવસ સુધી ચાલશે.
આ તકે કોંગ્રેસના પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ હિમતસિંહ પટેલે જણાવ્યું હતું કે લોકો રાહ જોઈને બેઠા છે અને આજે મોંઘવારી,બેકારી અને બેરોજગારીથી લોકોને ખુબ જ મુશ્કેલી પડી રહી છે. કોરોના મહામારીમાં 30 ટકા લોકોને નૌકરી જતી રહી છે. મોંઘવારી અંગે કહ્યું હતું કે તેલનો ડબ્બો 3000 રૂપિયા થઇ ગયો છે અને ગેસના સિલિન્ડરના ભાવ 1000 કરતા પણ વધારે સુધી પહોંચી ગયા છે. જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. મોંઘવારી બાબતે તેમણે વધુમાં કહ્યું હતું કે સામાન્ય માણસનું બજેટ ખોરવાય ગયું છે અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. ગૃહિણીનું પણ બજેટ પણ ખોરવાઈ ગયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500