બિહારમાં મહાગઠબંધનની સત્તામાં વાપસીએ કોંગ્રેસમાં વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને જન્મ આપ્યો હોય તેવું લાગે છે. ધારાસભ્યોએ મંત્રી પદ માટે દાવેદારી શરૂ કરી દીધી છે. ખગરિયા સદરના ધારાસભ્ય છત્રપતિ યાદવે કોંગ્રેસ હાઈકમાન્ડને પત્ર લખીને તેમની જાતિના આધારે મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના નવા મંત્રીમંડળમાં સ્થાન આપવાની માંગ કરી છે.
બિહારમાં પાર્ટીનો હું એકમાત્ર યાદવ ધારાસભ્ય છું...
યાદવે કહ્યું, મેં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પત્ર લખીને ઔપચારિક રીતે વિનંતી કરી છે કે, તેઓ મને ધ્યાનમાં લે કારણ કે મારા કેબિનેટમાં સામેલ થવાથી OBC ખાસ કરીને યાદવોમાં મજબૂત સંદેશ જશે. હું બિહારમાં પાર્ટીનો એકમાત્ર યાદવ ધારાસભ્ય છું. યાદવે કહ્યું કે તેણે પત્રમાં પોતાના વંશનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, મારા દિવંગત પિતા રાજેન્દ્ર પ્રસાદ યાદવે ત્રણ મુખ્ય પ્રધાન બિંદેશ્વરી દુબે, ભાગવત ઝા આઝાદ અને જગન્નાથ મિશ્રાની આગેવાની હેઠળની કેબિનેટમાં સેવા આપી હતી.
નવા શાસક ગઠબંધનના સૂત્રોના જણાવ્યા અનુસાર, 16 ધારાસભ્યો સાથે ડાબેરી પક્ષોએ સરકારને બહારથી સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.19 બેઠકો સાથે કોંગ્રેસને ચાર મંત્રી પદ મળવાની ધારણા છે. બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ મદન મોહન ઝાએ જો કે કહ્યું કે નંબર અને નામ બંને હાઈકમાન્ડ દ્વારા નક્કી કરવામાં આવે છે. અમે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના જવાબની રાહ જોઈ રહ્યા છીએ.હાલમાં કેબિનેટમાં માત્ર મુખ્યમંત્રી અને RJD નેતા તેજસ્વી યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંને નેતાઓએ બે દિવસ પહેલા જ પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કેબિનેટનું આગામી સપ્તાહ સુધી વિસ્તરણ થઈ શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500