Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોંગી ધારાસભ્યનો PM ને પત્ર : વડાપ્રધાન મોદીને નેશનલ હાઈવ-વે પર કાર મારફત સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવવા આમંત્રણ આપ્યું

  • August 24, 2022 

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો અને હવે આગામી દિવસો તહેવારો અને વેકેશનના આવી રહ્યા છે,ત્યારે વિશ્વ પ્રખ્યાત સોમનાથની મુલાકાતે આવતા લાખો પ્રવાસીઓ સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેની અતિબિસ્માર પરિસ્થિતિથી ત્રાહિમામ પોકારી ગયા છે,જે અંગે અનેકવાર રજુઆતો કરવા છતાં જવાબદાર તંત્ર ધૃતરાષ્ટ્રની જેમ મરામત કે નવા બનાવવાની કોઈ કામગીરી કરી રહ્યુ ન હોવાથી પ્રજાની દુવિધા અસહ્ય બની ગઈ છે.



કોંગ્રેસના ધારાસભ્યનો પ્રધાનમંત્રીને પત્ર આ નેશનલ હાઈવેની પરિસ્થિતિથી વાકેફ થાય તે હેતુસર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી જણાવેલ છે કે,પ્રધાનમંત્રી મોદીજી આપ હમણાં અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છો તે સમયે કાર માર્ગે સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે ઉપરથી સોમનાથ મહાદેવના દર્શન કરવા આવો તેવી લાગણી છે, કારણ કે,તો જ આપને આ નેશનલ હાઈવેની સાચી પરિસ્થિતીની ખબર પડવાની સાથે લોકો સહન કરી રહેલ યાતના પણ સમજી શકશો, કાર માર્ગે ભાવનગરથી સોમનાથ આવવા રજૂઆત આગામી દિવસોમાં બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહેલ પ્રધાનમંત્રી મોદીજીને હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.




ત્યારે કાર માર્ગે ભાવનગરથી સોમનાથ સુધી નેશનલ હાઈવે ઉપરથી આવવા સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્ર લખ્યો છે, જેમાં જણાવેલ કે, પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિરે ચાલી રહેલ શ્રાવણ માસમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે, ત્યારે તેઓને યાત્રાધામમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે આપના ચેરમેન તરીકેના માર્ગદર્શન હેઠળ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે, જેના લીધે દુર દુરથી આવતા યાત્રીકોને યાત્રાધામમાં સારી સુવિધા પણ મળી રહી છે, પરંતુ સોમનાથ પહોંચવાના મોટાભાગના હાઈવે બિસ્માર હાલતમાં હોવાથી યાત્રિકોનો ખો નીકળી રહ્યો છે, તેમાં પણ નિર્માણા ધિન સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેની અતિબિસ્માર પરિસ્થિતિથી યાત્રીકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.



અતિબિસ્માર હાઈવેથી દરરોજ નાના-મોટા અકસ્માતો થાય છે કારણ કે,સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવેનું કામ છેલા છએક વર્ષથી ગોકળગતીએ ચાલી રહ્યુ છે અને મુદત વિતી જવા છતાં નવો રસ્તો તો બન્યો નથી પરંતુ જુનો રસ્તો પણ રીપેર કરવામાં આવતો નથી,હાલ આ હાઈવે ઉપર 1 થી 10 ફૂટ સુધીના ખાડાઓ પડી જતા અતિબિસ્માર બની ગયો છે.દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં તેના નિરાકરણ અંગે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.



આ મુશ્કેલી અંગે પ્રજાના પ્રતિનિધિ તરીકે છેલ્લા ચાર વર્ષથી સંબંધિત વિભાગોના અધિકારીઓ અને મંત્રીઓને રજૂઆત કરી છે તેમજ ગત તા.14 ના કેન્દ્રીય પરિવહન મંત્રીને પણ રજૂઆત કરેલ છે તેમાં છતાં આજદીન સુધી સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે અંગે કોઇ હકારાત્મક  કામગીરી થયેલ નથી,જેના કારણે આ હાઈવે અતિબિસ્માર બનેલ હોવાથી દરરોજ નાના-મોટા અનેક અકસ્માતો થઈ રહ્યા છે અને પ્રજા અકસ્માતના જોખમ સાથે મજબુરીવંશ હાઈવે ઉપરથી પસાર થઈ રહી છે.




કાર માર્ગે સોમનાથ દર્શનાર્થે આવો જેથી આપને લોકોની યાતના સમજાય ત્યારે આપ પીએમ મોદીજી ભાવનગર ખાતે આપનું પ્લેન રાખી ત્યાંથી આ અતિબિસ્માર નેશનલ હાઇવે ઉપરથી કાર માર્ગે સોમનાથ દર્શનાર્થે આવો જેથી આપને ( વડાપ્રધાન ) ને પણ ખબર પડે કે બિસ્માર નેશનલ હાઇવે ઉપરથી દરરોજ પસાર થતા લાખો લોકો કેવા પ્રકારની યાતના ભોગવી કંઈ પરિસ્થિતીમાંથી કેવી રીતે પસાર થઈ રહ્યા છે,આ મુશ્કેલી અને પરિસ્થિતિથી વાકેફ થશો તો જ આ નેશનલ હાઈવેનું કામ ઝડપી થવાની સાથે લોકોનો યાતનામાંથી છુટકારો થશે,આપના કાર માર્ગના પ્રવાસમાં એક પ્રજાના પ્રતિનિધિ તરીકે હું સાથે આવવા તૈયાર છું.



 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News