Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કૉંગ્રેસના ખંભાતના વિધાનસભ્ય ચિરાગ પટેલએ રાજીનામું આપ્યું

  • December 19, 2023 

લોકસભાની ચૂંટણી નજીક આવતા જ એક પક્ષમાંથી બીજા પક્ષમાં કૂદવાની મોસમ શરૂ થશે. ગુજરાતમાં કૉંગ્રેસ લાંબા સમયથી સત્તામાંથી બહાર છે અને નબળી પડતી જાય છે. તેમાં વળી છેલ્લે યોજાયેલી પાંચ રાજ્યની ચૂંટણીના પરિણામોએ કૉંગ્રેસના ટકી રહેલા નેતાઓને પણ ડગમગાવી નાખ્યા છે. આથી ગુજરાતમાં કૉંગ્રેસ અને આમ આદમી પક્ષના નેતાઓ ભાજપમાં જોડાવા પ્રયત્ન કરે તે સ્વાભાવિક છે. ત્રણેક દિવસ પહેલા આમ આદમી પાર્ટીના વિસાવદરના વિધાનસભ્ય ભુપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું ત્યારે કૉંગ્રેસના ખંભાતના વિધાનસભ્ય ચિરાગ પટેલએ રાજીનામું ધરી દીધું છે. તેમણે વિધાનસભ્ય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું ધરી દેતા થોડી દિવસથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે.



ચિરાગ પટેલના રાજીનામાં અંગેની અટકળોએ ગુજરાતમાં થોડા દિવસોથી જોર પકડ્યું હતું. આજે સવારે તેઓ ગાંધીનજર આવ્યા ત્યારે પણ નિયમિત કામકાજ માટે આવ્યા હોવાનુ રટણ તેમણે કર્યું હતું. સવારે ગાંધીનગર ખાતે તેઓ ખમણ ઢોકળાનો નાસ્તો કરી રહ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયામા વાયરલ થઈ હતી. દર મંગળવારે ગાંધીનગર ખાતે પ્રતિનિધિઓ મળવા આવતા હોય છે આથી પોતે પણ પોતાના રૂટિન કામ માટે આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું,પરંતુ લગભગ 11 વાગ્યા આસપાસ તેમણે રાજીનામું આપી અટકળો અટકાવી હતીલોકસભાની ચૂંટણીમાં ભાજપ હેટ્રિક મારવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. છેલ્લી બે ટર્મથી રાજ્યની તમામ 26 બેઠક ભાજપના ફાળે જાય છે. કૉંગ્રેસ પક્ષ વિધાનસભાની કારમી હાર બાદ પણ ગંભીર ન થયો હોવાનું અને જોઈએ તેવો સક્રિય ન થયો હોવાનું જણાય આવે છે. આથી મહત્વાકાંક્ષી ઉમેદવારો-ટિકિટવાંછુકો ભાજપ ભણી દોટ માંડી રહ્યા હોય તેમ કહેવાય રહ્યું છે. જોકે હવે ચિરાગ પટેલ આગળ શું કરશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી તેમણે આપી નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application