Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોંગ્રેસ BTP વચ્ચેના ગઠબંધનની અટકળોનો આવ્યો અંત,બીટીપીના ગઢમાં જાહેર કર્યા ઉમેદવારો

  • November 12, 2022 

કોંગ્રેસ BTP ગઠબંધન થશે કે કેમ આ અટકળોનો અંત આવ્યો છે. કોંગ્રેસે મોડી રાત્રે યાદી જાહેર કરી તેમાં બીટીપીના ગઢમાં ઉમેદવારો જાહેર કર્યા છે. 2017માં તેમની વચ્ચે ગઠબંધન હતું પરંતુ આ વખતે કોઈ ગઠબંધનને લઈને સમાચાર સામે નથી આવ્યા. ઝઘડીયા,ડેડીયાપાડામાંથી ટિકિટો જાહેર થતા આ વાતનો અંત આવ્યો છે.



ગુજરાતમાં કોંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે 46 સભ્યોની બીજી યાદીમાં પ્રથમ તબક્કાના બાકીના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં કોંગ્રેસે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસની ઉમેદવારોની જાહેરાત બાદ આ અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. કોંગ્રેસે ડેડિયાપરા બેઠક પરથી જેરમાબેન વસાવા અને ઝઘડીયા બેઠક પરથી ફતેહસિંહ વસાવાના નામથી જાહેરાત કરાઈ છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ અને BTPએ ગઠબંધન કર્યું હતું.





આ વખતે બીટીપી ગઠબંધનને લઈને ચર્ચામાં રહી છે. ખાસ કરીને આપ સાથે ગઠબંધન તૂટ્યા બાદ જેડીયુ સાથે પણ ગઠબંધનને લઈને પણ ચર્ચા હતી ત્યારે કોંગ્રેસ સાથેનું ગઠબંધન નહીં થાય તે વાતનો અંત આવ્યો છે.જેમાં લલિત વસોયાને પણ ટિકિટ આપવામાં આવી છે જેથી તેઓ બીજેપીમાં નહીં જોડાય તે વાતનો પણ અંત આવ્યો છે. હાલમાં કોંગ્રેસે બંને યાદી સાથે કુલ 89 નામોની જાહેરાત કરી ચૂકી છે. ત્યારે વધુ નામો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. એનસીપી સાથે ગઠબંધનની પણ જાહેરાત કરવામાં આવી નથી, જેનો અર્થ છે કે ત્રણ રાજકીય પક્ષો, કોંગ્રેસ અને બીટીપી અને એનસીપી પોતાના દમ પર મેદાનમાં ઉતર્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News