Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વેસુ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ પ્રોજેક્ટ માટે શરતોને આધીન મંજૂરી-વિગત જાણો

  • August 26, 2021 

ટી. પી. સ્કીમ નં. ૨૮ (રૂંઢ-વેસુ) મોજે વેસુના રેવન્યૂ સર્વે નં. ૩૭૭/૨ પૈકી, ઍફ. પી. ૬૦ (પીઆર) વાળી જગ્યામાં શ્રી મહાવીર હેલ્થ ઍન્ડ મેડિકલ રીલિફ સોસાયટી ટ્રસ્ટ દ્વારા સૂચિત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ પ્રોજેક્ટ માટે મળવાપાત્ર મફત ઍફઍસઆઇ ઉપરાંત પેઇડ ઍફઍસઆઇની રકમમાંથી મુક્તિ આપવાની ટ્રસ્ટની માગણીને રાજ્ય સરકારે બે શરતોને આધિન મંજૂરી આપી છે. પરંતુ રાજ્ય સરકારની આ શરતી માફી સામે ટ્રસ્ટને વાંધો છે અને ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકારના ૨૮મે, ૨૦૨૧ના કલમ-૨૯(૧) હેઠળ કરવામાં આવેલ શરતી હુકમ અંગે ફેરવિચારણા કરી કોઇપણ પ્રકારની શરતો વિના પેઇડ ઍફઍસઆઇમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની માગણી કરી છે. 

 

 

 

 

 

શ્રી મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રીલીફ સોસાયટી ટ્રસ્ટ દ્વારા પેઇડ એફ એસ આઈની રકમમાં માગી હતી મુક્તિ.

શ્રી મહાવીર હેલ્થ ઍન્ડ મેડિકલ રીલિફ સોસાયટી ટ્રસ્ટની ગતરોજ થયેલી રજૂઆતને આધારે આજે તાબડતોડ સ્થાયી સમિતિ સમક્ષ વધારાના કામની દરખાસ્ત રજૂ થઇ હતી અને ટ્રસ્ટની માગણીને આધારે સ્થાયી સમિતિઍ મંજૂરી આપી છે હવે આગામી દિવસોમાં સામાન્યસભાની મંજૂરી બાદ ટ્રસ્ટની માગણીના આધારે રાજ્ય સરકાર સમક્ષ મનપા કમિશનર દ્વારા પત્ર પાઠવવામાં આવશે. 

 

 

 

 

 

દર્દીઓ માટે જનરલ વોર્ડના ૧૦ ટકા બેડ આગામી ૧૦ વર્ષ માટે વિનામૂલ્યે મહત્તમ ૩.૨૫ કરોડની મર્યાદામાં આપવા રજૂઆત કરી હતી

ટ્રસ્ટની પેઇડ ઍફઍસઆઇની સંપૂર્ણ રકમ માફ કરવાની રજૂઆતને આધારે સ્થાયી સમિતિ દ્વારા ૨૨ માર્ચ, ૨૦૨૧ના રોજ ઠરાવ નં.૨૧૯/૨૦૨૧ અને સામાન્યસભાના ઠરાવ નં. ૩૦/૨૦૨૧થી રાજ્ય સરકારને ભલામણ કરવા મનપા કમિશનરને અધિકૃત કરાયા હતા. જેને પગલે મનપા કમિશનરે ૧૫ એપ્રિલના રોજ ટ્રસ્ટની માગણી અન્વયે રાજ્ય સરકારમાં કાર્યવાહી કરી હતી. ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ૧૪મે, ૨૦૨૧ના રોજ મનપાને પત્ર પાઠવી સદર હોસ્પિટલમાં મનપા દ્વારા રીફર કરવામાં આવતા દર્દીઓ માટે જનરલ વોર્ડના ૧૦ ટકા બેડ આગામી ૧૦ વર્ષ માટે વિનામૂલ્યે મહત્તમ ૩.૨૫ કરોડની મર્યાદામાં આપવા રજૂઆત કરી હતી. આ રજૂઆત પણ મનપા કમિશનર દ્વારા સરકારને મોકલી દેવામાં આવી હતી. સરકાર દ્વારા ટ્રસ્ટ અને પત્રને પગલે બે શરતોને આધિન ટ્રસ્ટને પેઇડ ઍફઍસઆઇમાંથી મુક્તિ આપવાની મંજૂરી આપી હતી. પરંતુ સરકાર દ્વારા મૂકવામાં આવેલી શરત ટ્રસ્ટને મંજૂર નથી. ટ્રસ્ટ દ્વારા ફરી ગતરોજ મનપાને પત્ર પાઠવી બિનશરતી પેઇડ ઍફઍસઆઇની સંપૂર્ણ રકમમાંથી મુક્તિ આપવાની રજૂઆત કરી છે. 

 

 

 

 

કઇ બે શરતોને આધિન સરકારે મંજૂરી આપી 

૧. સૂચિત હોસ્પિટલના ૧૦ ટકા બેડ બીયુસી મળ્યાની તારીખથી ૧૦ વર્ષ માટે મનપાની ભલામણને આધિન સામાન્ય લોકોની મફïત સારવાર માટે અનામત રાખવા 

૨. વિકાસ પરવાનગી રદ થવાના કિસ્સામાં ટ્રસ્ટ દ્વારા કોઇપણ પ્રકારનું વળતર મેળવવા દાવો કરાશે નહીં તેવી બાંયધરી ટ્રસ્ટ પાસે લેવાની રહેશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application