Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્રીય સંચાર બ્યુરો અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રદર્શનનું સમાપન

  • October 25, 2024 

કેન્દ્રીય સંચાર બ્યુરો અને વીર નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય ‘વિકસિત ભારત @2047 ચિત્ર પ્રદર્શન’નું સમાપન NVSGUના કુલપતિ ડૉ. કે.એન.ચાવડાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો અને VNSGU દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનના સમાપન સમારોહમાં કુલપતિશ્રીએ ચિત્ર પ્રદર્શનની માહિતી લોકોપયોગી બની હોવાનું જણાવ્યું હતું.


વિકસિત ભારત માટે સરકારની વિવિધ યોજનાઓની માહિતીની જાણકારી મેળવી પોતાના તેમજ અન્યને ઉપયોગમાં આવે એ માટે પ્રસાર કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પોસ્ટ વિભાગના રિંકેશ જરીવાલા, પ્રેમરાજ મીણા અને યુનિવર્સિટી રોજગાર કચેરીના ચાંદની દેસાઈને તેમની કામગીરી માટે સન્માનિત કરાયા હતા. કુલપતિ અને મહાનુભાવોનું તુલસીનો છોડ અને પુસ્તક ભેટ આપી ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ સ્વાગત કર્યું હતુ. કાર્યક્રમ દરમિયાન પ્રશ્નોત્તરી સ્પર્ધામાં વિજેતાઓને પુરસ્કાર એનાયત કરાયા હતા. મેહુલ ફાઉન્ડેશનના કલાકારો દ્વારા મનોરંજન સાથે માહિતી અપાઈ હતી. પ્રદર્શનને સફળ બનાવવા અમૃતભાઈ સોનેરી અને રોશનભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application