મુંબઈમાં સૌથી પહેલાં કોરોના પર નિયંત્રણ મેળવીને દાખલો બેસાડનારા ધારાવી વિસ્તારમાં ધીમે ધીમે કોવિડના કેસ વધવા માંડતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. ધારાવીમાં ગત તા.6 જૂને કોરોનાના સક્રિય દર્દીની સંખ્યા 44 હતી તે તા.14મી જૂને વધીને 66 થઈ છે. આમાંથી 64 દર્દી હોમા આઇસોલેશનમાં છે, જ્યારે બે દરદીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જી-નોર્થ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર કિરણ દિઘાવકરે જણાવ્યું હતું કે, મુખ્યત્વે અખાતના દેશોમાંથી અને અન્ય રાજ્યોમાંથી આવેલા આ દરદીઓમાં કોરોનાના બહુજ હળવા લક્ષણો જોવા મળ્યા છે. એટલે બહુ ચિંતા જેવું નથી. તેમણે કહ્યું કે, કોરોનાનો ફેલાવો અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય રસીકરણ છે. એટલે રસીકરણ માટે અમે સ્કૂલોનો સંપર્ક સાધી રહ્યા છીએ. ઉપરાંત દર્દી કોના સંપર્કમાં આવ્યા હતા તેની પણ શોધ ચાલુ છે અને ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application