વિવાહિત હોવાની વાત છુપાવવી બીજા લગ્ન કરવા અને શરીર સંબંધ માટે બીજી મહિલાની સંમતિ મેળવવી એટલે એક રીતનો બળાત્કાર કરવા સમાન છે. આથી કથિત પતિને નિર્દોષ મુક્ત કરી શકાય નહીં, એવી ટિપ્પણી બોમ્બે હાઈ કોર્ટે કરી હતી. પત્ની અને બે બાળકો હોવા છતાં અવિવાહિત હોવાનો દાવો કરતા સિદ્ધાર્થ બાંઠીયાએ મરાઠી અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા.
આ બનાવ જાહેર થતાં અભિનેત્રીએ બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો. સિદ્ધાર્થ સામે કોર્ટમાં હવે બળાત્કારનો કેસ ચાલશે. કોર્ટે બીજા લગ્ન ગેરકાયદે હોવાનું જણાવ્યું છે. કોમન ફ્રેન્ડ મારફત સિદ્ધાર્થને મળેલી અભિનેત્રીએ તેની સાથે તેણે લગ્ન પણ કરી લીધા હતા. બંને સાથે રહેવા લાગ્યા તેવામાં સિદ્ધાર્થના લગ્નની જાણ થતાં તેની પહેલી પત્નીએ અભિનેત્રીને ફોન કરીને સિદ્ધાર્થના વટાણા વેરી નાખ્યા હતા.
જોકે સિદ્ધાર્થે પોતે પરિણીત હોવાનો અને બે બાળકનો પિતા હોવાની કબૂલાત કરી હતી પણ તેણે છૂટાછેડા લીધા હોવાનું જણાવ્યું હતું. આ વાત પુરવાર કરવા તેણે બોગસ દસ્તાવેજો બતાવ્યા હતા. સિદ્ધાર્થની પહેલી પત્ની તેના ઘરે ગઈ અને ઝઘડો કરતાં સિદ્ધાર્થે દસ્તાવેજો ખોટા હોવાનું કબૂલ્યું હતું. આથી વર્ષ 2013માં અભિનેત્રીએ સિદ્ધાર્થ સામે પોલીસ ફરિયાદ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500