Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Breaking news : નર્મદા જિલ્લામાં આ કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા પકડાયો

  • December 28, 2021 

નાંદોદ તાલુકા પંચાયત કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર માત્ર ૧૦ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે. 

મળતી માહિતી અનુસાર એસીબી પોલીસને એવી આધારભૂત માહિતી મળી હતી કે, નાંદોદ તાલુકા પંચાયત કચેરીમાં બી.પી.એલ કાર્ડ ધરાવતા માણસોને બી.પી.એલ દાખલો વિના મુલ્યે આપવાનો હોય છે પરંતુ આ દાખલો કાઢી આપવાના અવેજ પેટે રૂ।.૧૦ થી રૂ।.૧૦૦/- સુધીની લાંચની રકમ લેવામાં આવે છે અને જો લાંચની રકમ ના આપે તો માણસોને ધક્કા ખવડાવવામાં આવે છે જે હકીકતની ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ એસીબીએ તાલુકા પંચાયતની કચેરી નાંદોદ-રાજપીપલા ખાતે લાંચના ડીકોઈ છટકાનું આયોજન કરતા તાલુકા પંચાયતની કચેરીમાં ડી.આર.ડી.એ. શાખાનો (કરાર આધારીત) કોમ્પ્યુટર ઓપરેટર પ્રવિણકુમાર શનાભાઈ તલાર,નાનો બી.પી.એલ દાખલો કાઢી આપવાના અવેજ પેટે લાંચની રકમ રૂ।.૧૦/- ની માંગણી કરી સ્વીકારતા પકડાઈ ગયો હતો. હાલ એસીબીએ  આરોપીને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application