વ્યારા-સોનગઢ સહિત જિલ્લાભરમાં નિયમોની ઐસ કી તૈસી કરીને જીઇબી બોર્ડના ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરની ફરતે લગાડવામાં આવેલ ફેન્સીંગ વોલ પર ગેરકાયદેસર રીતે જાહેરાતના બોર્ડ મુકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે,ત્યારે નિયમનું ઉલ્લંઘન કરી બોર્ડ લગાવનાર સામે પગલા લેવા પણ જરૂરી બન્યું છે.
હવે વારો વસિષ્ઠનો !!
ખાસ કરીને વ્યારા નગરમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરની ફરતે લગાડવામાં આવેલ ફેન્સીંગ વોલ પર વસિષ્ટના સંચાલકો દ્વારા હલકી પ્રસિદ્ધિ મેળવવામાં માટે ૧૦ ફૂટ મોટા હોર્ડિંગ્સ લગાડી દેવામાં આવ્યા છે,ત્યારે વ્યારા અને સોનગઢ નગરના જાહેર રસ્તા પર મોટા બેનરો લગાવી પોતાના વ્યવસાય, રાજકીય, શાળા સહિતની જાહેરાત કરવાનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે,વ્યારા અને સોનગઢ નગર સહિત જિલ્લાભરમાં રસ્તાની બાજુમાં જીઇબી બોર્ડ દ્વારા ઉભા કરવામાં આવેલ ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરની ફરતે ફેન્સીંગ વોલ પર કેટલાક લોકોએ પોતાની જાહેરાતનાં ગેરકાયદેસર બેનર તેમજ હોર્ડિંગસ લગાવી દીધા હોવાની ચોંકાવનારી વિગત ધ્યાને આવી છે, ત્યારે નિયમોનું ઉલંઘન કરી હલકી પ્રસિદ્ધિ મેળવવામાં માટે જાહેરાતનાં બેનર લગાવતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500