Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગણદેવી અને ખેરગામ તાલુકામાં રૂપિયા ૮ કરોડથી વધુ વિકાસ કામોનું ખાતમુર્હુત કરાયું

  • November 15, 2021 

રાજયના આદિજાતિ વિકાસ, અન્ન, નગારિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઇ પટેલે નવસારી જિલ્લાના ચીખલી અને ગણદેવી તાલુકામાં માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના કુલ  રૂ.૮ કરોડથી વધુના ખર્ચે વિકાસકામોનું ખાતમુર્હૂત કર્યું હતું આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકાર છેવાડાના લોકોની ચિંતા કરી તેમને મદદરૂપ બની રહી છે. પ્રજાજનોની સુખાકારી માટે ગામેગામ પાકા રસ્તાઓ, પીવાના પાણીની સુવિધા સાથે લોકોની સમસ્યાઓને ધ્યાને રાખીને રાજ્ય સરકારે પાયાની ભૌતિક સુવિધાઓ આપીને જનવિશ્વાસ સંપાદિત કર્યો છે. તમામ પ્રજાલક્ષી કામો ગુણવત્તાવાળુ બને અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જાવા જણાવ્યું હતું.

 

 

 

 

 

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રજાની સમસ્યા અને તેમને પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખીને મદદરૂપ થવાના સેવાભાવ સાથે વિકાસ કામો કરી રહયાં છીએ નિરામય ગુજરાત અંતર્ગત મુખ્યમંત્રીએ રાજયના તમામ નાગરિકોની આરોગ્ય અને સુખાકારી માટે સ્કિનીંગથી લઇને સારવાર સુધીનું મહાઅભિયાન હાથ ધર્યુ છે. ૩૦ વર્ષથી વધુ વયના તમામ લોકોને આનો લાભ મળશે. તેમજ રાજય સરકારની અનેકવિધ પ્રજાલક્ષી યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું. મંત્રીએ તેમના બંને વિભાગો આદિજાતિ વિકાસ તથા અન્ન નાગરિક પુરવઠા વિભાગની તમામ માહિતી ગ્રામજનોને આપી હતી.

 

 

 

 

 

ગણદેવી તાલુકામાં મેધર ભાટથી મુખ્ય રસ્તાથી બ્લોક નં ૯૦૩માં આવેલ ઝીંગાફાર્મ સુધીનો રોડ રૂ.૧૬૫.૧૮ લાખ, ભાટ-બંદર રોડ રૂ.૪૧.૬૦ લાખ, બીગરી ચાર રસ્તા, ભુવનેશ્વરી માતાના મંદિરની પાછળના ભાગમાં નહેરવાળો રોડ રૂ.૨૮ લાખ, બીગરી કો.હા.વેથી ટટી થી પટેલ ફળિયાને જાડતો રોડ રૂ.૧૨.૮૦ લાખ, પોîસરી સુઇતલાવડી રોડ રૂ.૨૨.૪૦ લાખ, પોîસરી માસ્કરા ફળિયા દોડ રૂ.૩૩.૬૦ લાખ, ભાઠલા કોસ્ટલ હાઇવેથી ભવાનીમાતાના મંદિર તરફ જતો રોડ રૂ.૪૭-૦૦ લાખ, વણગામ નવાકુવા બીગરી પોîસરી રોડ રૂ.૪૮-૦૦ લાખ, વાઘરેચ માછીવાડથી બીલીમોરા માછીવાડ રોડ રૂ.૩૨-૦૦ લાખ, ખાપરવાડા-ઉચામોરા-રાવણ ફળિયાથી જેસપોર રોડ રૂ.૪૦-૦૦ લાખના ખર્ચે કામો હાથ ધરાશે.

 

 

 

 

 

 

ખેરગામ તાલુકામાં ખેરગામ લીન્ક રોડ રૂ.૨૩-૦૦ લાખ, ખાખરી ફળિયાથી નહેર થઇ તાલુકા પંચાયત તરફ જતો રસ્તો રૂ.૩૫-૦૦ લાખ, વેણ ફળિયા રોડ રૂ.૨૫.૬૦ લાખ, પીઠા મુખ્ય રસ્તાથી નિકુંજભાઇના ફળિયા તરફ જતો રસ્તો રૂ.૩૫-૦૦ લાખ, બાવરી ફળિયા રોડ ટુ જાઇનીંગ ચીખલી ખેરગામ રોડ રૂ.૨૪-૦૦ લાખ, બાવરી ફળિયા ટુ વૈરાગી ફળિયા વાયા રીવર ટુ ખેરગામ બજાર રોડ રૂ.૨૭.૨૦ લાખ, મોડલ આંગણવાડી બાવરી ફળિયા રૂ.૭.૫૦ લાખ, ખેરગામ પોમાપાળ રોડ રૂ.૨૪-૦૦ લાખ, આછવણી કોલ ફળિયા રોડ રૂ.૨૨.૪૦, આછવણી બંધાડ ફળિયા ટુ રૂઝવણી રોડ રૂ.૨૪-૦૦ લાખ, આછવણી જામનપાડા રોડ રૂ.૭૦-૦૦ લાખ, રૂઝવણી પટેલ ફળિયા નહેર કેનાલ ટુ ડેબરપાડા ગામને જાડતો રસ્તો રૂ.૩૫-૦૦ લાખના ખર્ચે કામો હાથ ધરાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application