Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવાનાં ગલકુંડ ખાતે માસિક યોગ તાલીમ પુર્ણ

  • July 05, 2023 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આહવા તાલુકાના ગલકુંડ ખાતે છેલ્લા એક મહિનાથી નિયમીત ૬:૦૦ થી ૮:૩૦ દરમિયાન યોજાયેલ યોગ તાલીમ પુર્ણ થતા, ડાંગ જિલ્લા યોગ કોર્ડીંનેટર કમલેશ બી.પત્રેકરે તાલીમાર્થીઓની પરીક્ષા લઇ કાર્યક્રમ પુર્ણ કર્યો હતો. જિલ્લાના યોગ કોચ સરિતાબેન ભોયે દ્વારા નિયમીત તાલીમ લેવામા આવી હતી. જેમાં યોગ કોર્ડિંનેટર શ્રી કમલેશ પત્રેકર દ્વારા પણ યોગ વિશે ઓનલાઈન માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.


આ ઉંપરાત યોગ વિશે પ્રેકટીકલ અને થિયેરેટીકલ તાલીમ સુમનબેન શંકરભાઈ ગાયકવાડ તેમજ રણજીતભાઈએ ખુબજ ઉત્સાહ અને ખંતથી યોગ ટ્રેનરોને તાલીમ બધ્ધ કર્યા હતા. ગુજરાત સરકારના નિયમ મુજબ ૧૦૦ કલાકની તાલીમ પુરી થતા તા.૦૨ જુલાઇના રોજ ગુજરાત યોગ બોર્ડ, ડાંગ જિલ્લા યોગ કોર્ડીંનેટર કમલેશ પત્રેકરે પરીક્ષા લીધી હતી. જેમા યુવા સાંસ્કૃતિક અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમમા ૧૪ તાલીમાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે તાલીમાંર્થીઓ પાસ થતા ગામમા યોગ વિશેના વર્ગો ચલાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application