માળિયાના સુલતાનપુર ગામના રહેવાસી પટેલ ખેડૂત વ્યાજના વિષચક્રમાં ફસાયા હોય જેમાં બે ઇસમોએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ખેડૂતને ધમકીઓ આપી બેન્કના કોરા ચેક લઈને હેરાન કર્યાની ફરિયાદ નોંધાવી છે
માળિયાના સુલતાનપુર (વિશાલનગર) ગામના રહેવાસી ભુપતભાઈ ભગવાનજીભાઈ દશાડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આઠેક માસ પૂર્વે તેના પુત્રની ધોરણ ૧૧-૧૨ સાયન્સની ફી ભરવાની હોય અને ખેતી કામમાં બિયારણ માટે પૈસાની જરૂરત હોવાથી કુટુંબી ભાઈ રમેશ ગોરધન દશાડીયા રહે મોરબી વાળાને વાત કરી હતી જેથી તેના મિત્ર અમુભાઈ પ્રભાતભાઈ રાઠોડ રહે નાગડાવાસ વાળા વ્યાજે પૈસા આપે છે તેમ કહેતા નાગડાવાસના પાટિયા પાસે રામદેવ હોટેલે ગયા હતા અને અમુભાઈ રાઠોડને વાત કરતા ૨.૫૦ લાખ પાંચ ટકા લેખે લીધા હતા જેમાં રૂ ૫૦ હજાર ભાઈ રમેશભાઈને આપ્યા હતા જેના બદલામાં માળિયા બેંકના બે કોરા ચેક આપ્યા હતા અને દર મહીને રોકડ રૂ ૧૦,૦૦૦ વ્યાજના આપતા હતા.
ત્રણેક મહિના પૂર્વે આરોપી અમુભાઈ પ્રભાતભાઈ રાઠોડનો ફોન આવ્યો હતો જેમાં તેને રૂપિયાની જરૂરત છે એટલે વ્યાજે આપેલ રૂ ૨.૫૦ લાખ પાછા આપજો કહેતા ફરિયાદીએ હાલ પૈસાની વ્યવસ્થા નથી કહેતા તું ગમે તેમ કર મને મારા પૈસા આપ કહ્યું હતું જેથી ભુપતભાઈએ પોતાની કાર જીજે ૦૩ ઈઆર ૭૫૦૧ વાળી ૧.૨૦ લાખમાં વેચી અમુભાઈ રાઠોડને રૂપિયા આપ્યા હતા અને બીજા પેનેલતી લેખે રૂ ૪૦,૦૦૦ આપ્યા હતા છતાં અવારનવાર પઠાણી ઉઘરાણી કરતા હતા અને ગત તા. ૨૦ ના રોજ ભત્રીજો હિતેશ વાસુદેવ દશાડીયા આરોપીને સમજાવવા જતા વ્યાજે આપેલ રૂપિયાની માંગણી કરી હતી.
તેમજ દોઢેક વર્ષ પૂર્વે પૈસાની જરૂરીયાત હોવથી દેવીસિંહ પ્રતાપસિંહ ગઢવી રહે મોરબી વાળા પાસે મોરબી ગાંધી ચોકમાં આવેલ કરીયાણા દુકાન પાસેથી રૂ ૧.૫૦ લાખ ત્રણ ટકા લેખે લીધા હતા અને સાતેક મહિના પહેલા દેવીસીન્હને રોકડા રૂ ૧ લાખ આપ્યા હતા ચારેક મહિના પહેલા દેવીસિંહને રોકડા રૂ ૫૫,૦૦૦ આપ્યા હતા અને વ્યાજના રૂપિયા આપવાના બી રહેતા હતા જેથી તે અવારનવાર ફોન કરી વ્યાજના પૈસાની ઉઘરાણી કરતા હતા અને વ્યાજના ત્રણ ટકા નહિ પાંચ ટકા લેખે રૂ ૧.૫૦ લાખ આપવાના છે વ્યાજના પૈસા નો ભરાય તો તારું ટ્રેક્ટર મારા સંબંધી જયંતીભાઈ રામજીભાઈ ચારોલાના ઘરે મૂકી આવજે અને પૈસાની સગવડ થાય ત્યારે લઇ જજે કહ્યું હતું અને ટ્રેક્ટરની ચોપડી લઇ ગયા હતા જેથી ટ્રેકટર જયંતીભાઈના ઘરે મૂકી આવેલ અને ગત તા. ૧૯ જાન્યુઆરીના રોજ ખેતી કામ કરવાનું હોવાથી ટ્રેક્ટર લઇ આવ્યા હતા જેથી ધમકી આપવા લાગ્યા હતા
આમ આરોપી અમુભાઈ પ્રભાતભાઈ રાઠોડ રહે જુના નાગડાવાસ તા. મોરબી અને દેવીસિંહ પ્રતાપસિંહ ગઢવી રહે મોરબી એમ બે આરોપીએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500