વ્યારા નગરનાં સ્નેહકુંજ કોલોનીમાં રહેતા આશિષભાઈ શાંતિલાલ પંચોલીના નામની આશરે દશ વર્ષ પહેલા સને ૨૦૧૫માં એક રિલાઈન્સ લાઇફ ઇન્સોયરન્સની પોલીસી લીધી હતી. જે પોલીસી ૧૫ વર્ષની હતી તેમાં પાંચ વર્ષ વાર્ષિક પ્રિમીયમ રૂ.૫૧૭૫૦ ભરવાનું હતું, જે પ્રીમીયમ પાંચ વર્ષ સુધી પોલીસીધારક દ્વારા ભરવામાં આવ્યું હતું. ત્યારબાદ તારીખ ૧૧-૩-૨૫ નારોજ મયુરીબેન તથા તેમના પતિ આશિષભાઇને થયેલ કે, આજથી દશેક વર્ષ પહેલા એક પોલીસી લીધી હતી જે સમય પુર્ણ થયો છે, જે વાર્ષિક મળવાપાત્ર નાણાં મેળવવા ગુગલ ઉપર રિલાઇન્સ લાઇફ ઇન્સ્યોરન્સના કસ્ટરમ કેરનો નંબર મેળવતા એક નંબર મળ્યો હતો.
જેની સાથે વાતચીત કરતા જેઓએ પ્રિમીયમ બાકી છે જે અંગે હેડ ઓફિસના રાજ કટારીયાનો નંબર આપી જેઓ સાથે વાતચીત કરવા જણાવ્યું હતું. રાજ કટારીયાનો સંપર્ક કરતા જેઓએ જણાવ્યું કે, તમારું એક પ્રિમીયમ ભરવાનું બાકી જે ભરી તો તમારી પોલીસી ચાલુ રહેશે અને વાર્ષિક આશરે રૂ.પ લાખ મળશે અને ચાલુ વર્ષનાં રૂપિયા થોડા દિવસમાં તમારા ખાતામાં જમાં થઇ જશે તેમજ એક કેન્સલ ચેક વોટ્સએપ પર મોકલી આપવા જણાવ્યું હતું. ત્યારબાદ જેઓએ રૂ.૫૦,૦૦૦ પ્રીમીયમના નામે ટ્રાન્સફર કરાવી લીધા હતા. થોડા દિવસ પછી ફરીથી રાજ કટારીયા નામના વ્યકિતનો સંપર્ક કરવાની કોશિષ કરતા જેઓનો મોબાઈલ બંધ આવતો હોય તેમજ આખરે જાણ થઈ છે કે, પોલીસીના નામે રૂ.૫૦ હજાર ટ્રાન્સફર કરાવીને ઇસમોએ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500