નવસારી શહેરમાં મહિના અગાઉ સેન્ટ્રલ બજારમાં ઓફિસ ખોલી વિદેશ મોકલવાના બહાને અનેક યુવક-યુવતીઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લઇ રફુચક્કર થયેલું દંપતી હજુ પકડાયું નથી. ત્યારે અન્ય વધુ એક કિસ્સામાં વિજલપોરમાં રહેતા દંપતીએ કેનેડા મોકલવાના બહાને એક યુવક પાસેથી રૂ. ૫.૫ લાખ પડાવી લેવાયા હોવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ, ધર્મેશકુમાર કાંતિલાલ સોલંકી (ઉ.વ.૪૫, રહે.ઈન્દ્રપ્રસ્થ સોસાયટી, વિશાલનગરની બાજુમાં, ઈટાળવા, નવસારી- મૂળ રહે.આલીપોરગામ, કરેલી એક લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, કામિનીબેન અને તેના પતિ પવનકુમાર (રહે.૩૧, રાધેશ્યામ સોસાયટી, વિજલપોર, નવસારી)એ કેનેડા મોકલવાના બહાને તેની રૂ.૫.૫ લાખ લીધા હતા. પરંતુ તે પછી તે દંપતીએ ધર્મેશને કેનેડા મોકલવા પુરતી કાર્યવાહી કરી ન હતી. આથી ધર્મેશે તે રૂપિયા પરત માંગ્યા હતા. આ વખતે દંપતી દ્વારા તેને મારવાની ધમકી આપવામાં આવી હતી. આમ દંપતીએ આ પ્રકારે ચીખલીના યુવક સાથે ઠગાઈ કરી હતી જે બાબતની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500