નવ ટકાના વ્યાજે રૂપિયા આપી વારંવાર ઉઘરાણી કરી ધમકી આપતા વ્યાજખોર સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તરસાલી ઉમા વિદ્યાલયની પાછળ આદર્શ રેસિડેન્સીમાં રહેતા સિનિયર સિટિઝન દુર્ગાનાથ રામચંદ્ર ઝાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, નિવૃત્ત થયા પછી હું ફોર વ્હીલરના સ્પેર પાર્ટ્સ વેચવાનો ધંધો કરતો હતો.ધંધા માટે રૃપિયાની જરૃરિયાત ઉભી થતા મેં માંજલપુરમાં રહેતા નિમેષ રામચંદ્ર ખારવા (રહે.દરબાર ચોકડી પાસે, માંજલપુર) નો સંપર્ક કર્યો હતો. વર્ષ-૨૦૨૧ માં મેં તેની પાસેથી ૬ ટકાના વ્યાજે પાંચ લાખ રૃપિયા વ્યાજે લીધા હતા. જે રૃપિયા મેં તેને વ્યાજ સહિત પરત કરી દીધા હતા.
ત્યારબાદ પણ મને જ્યારે રૃપિયાની જરૃરિયાત ઉભી થતા મેં તેની પાસેથી રૃપિયા લીધા હતા. તેણે મને ૯ ટકાના વ્યાજે પણ રૃપિયા આપ્યા હતા. મેં તેની પાસેથી ૯ ટકાના વ્યાજે કુલ રૃપિયા ૩.૨૪ લાખ લીધા હતા. તેની સામે વ્યાજ સહિત ૭.૨૪ લાખ મેં ચૂકવી દીધા હતા. તેમછતાંય મારી પાસેથી વધુ છ લાખની ઉઘરાણી કરે છે. મેં તેને સિક્યુરિટી પેટે આપેલા ૨૨ પૈકીના છ ચેક રિટર્ન કરી મારી સામે કેસ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500