Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલના નામે ID બનાવી છેતરપિંડી કરનાર વિરુદ્ધ ફરિયાદ

  • September 16, 2023 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર રમેશ મેરજા તેમજ તેમના પરિવારના સભ્યોના ફોટાઓનો ઉપયોગ કરીને ફેસબુક પર અલગ અલગ છ બનાવટી ID બનાવીને એક ગઠિયાએ રમેશ મેરજાના મિત્રને મેસેજ કરીને રૂપિયા 57 હજાર ઓનલાઇન મેળવીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ મથકે નોંધવામાં આવી છે. IP એડ્રેસના આધારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશ મેરજાના નામે આબાદ છેતરપિંડી કરવામાં આવી છે.



જેમાં તેમને આશરે દોઢ મહિના પહેલા તેમના એક મિત્રએ ફોન કરીને કહ્યું હતું કે, તેમના નામે કોઇએ ફેસુબુકમાં બનાવટી ID બનાવ્યું છે. જેના પરથી મેસેજ આવ્યો હતો તેમના મિત્ર સંતોષકુમારને ફર્નિચર વેચાણ કરવાનું છે અને તેની બદલી થઇ હોવાથી નાણાંની જરૂર છે. જેથી વિશ્વાસ કરીને ગુગલ-પે થી 57 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. જેથી આ બાબતને ગંભીરતાથી લઇને રમેશ મેરજાએ તપાસ કરતા તેમના નામે ફેસબુક પર અલગ અલગ 6 બનાવટી એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા. જેથી તાત્કાલિક ફેસબુકના તમામ બનાવટી ID પર રિપોર્ટ કરીને બંધ કરાવવા માટે સુચના આપી હતી સાથે સાથે આ અંગે આનંદનગરમાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ટેકનીકલ સર્વલન્સના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application