નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ના ખામર ગામે એક મહિલા ને ઇનામ ની લાલચ આપી છેતરપીંડી કરનાર વિરુદ્ધ મહિલા એ ફરિયાદ કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ખામર ગામમાં રહેતા ગુણવંતાબેન રમેશભાઇ વસાવા ના ઘરે જઈ અબ્દુલ રહિમ ગુલામનબી દિવાન રહે,નંદવાડ ગામ,જી.ભરૂચ એ મહિલા ને ઈનામની લોભ લાલચ આપી તેમની પાસે કૂપન લેવડાવી કુપનના રૂા.100/તથા કુપનના ઈનામના રૂ.૨૫૦૦/- ભરાવી રૂપિયા લઈ નાશી જઈ ઈનામ નહી આપી ગુણવંતાબેન સાથે વિશ્વાસઘાત કરી ઠગાઈ કરતા આ બાબતે આમલેથા પો.સ્ટે.માં ગુણવંતાબેને ફરિયાદ આપતા પોલીસે આ ઠગ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application