સુરતના માજી ધારાસભ્ય ધીરૂ ગજેરાના ભાઇ અને જાણીતા ઉદ્યોગપતિ એવા ગજેરા ટ્રસ્ટ સંચાલિત પાલ ખાતે આવેલી ગજેરા ગ્લોબલ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી ચુનીલાલ ગજેરા વિરૂધ્ધ સેકસ્યુલ હેરેસમેન્ટની ફરિયાદ નોંધાવનાર પૂર્વ શિક્ષિકા વિરૂધ્ધ શાળાના પ્રિન્સીપાલ દ્વારા મેનેજમેન્ટ અને ટ્રસ્ટીને બદનામ કરવાની ધમકી આપી રૂ. ૧૧ લાખ પડાવી લીધા બાદ વધુ રૂ. ૫ લાખની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને ગજેરા ટ્રસ્ટ સંચાલિત પાલ ખાતે આવેલી ગજેરા ગ્લોબલ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી ચુનીલાલ ગજેરા વિરૂધ્ધ ગત રોજ અડાજણ પોલીસ મથકમાં શાળાની પૂર્વ શિક્ષિકા પુજા (નામ બદલ્યું છે) એ સેક્સ્યુલ હેરેસમેન્ટની ફરિયાદ નોંધાવતા શહેરભરમાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. તેવા સંજોગોમાં આ પ્રકરણમાં આજે નવો વળાંક આવ્યો છે. ગજેરા ગ્લોબલ સ્કુલના પ્રિન્સીપાલ શ્વેતા સંજય પરિહાર (રહે. ૩૭, સાકાર રો હાઉસ, હનીપાર્ક રોડ, અડાજણ) એ ટ્રસ્ટી વિરૂધ્ધ સેકસ્યુલ હેરેસમેન્ટની ફરિયાદ કરનાર પૂર્વ શિક્ષિકા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પ્રિન્સીપાલ શ્વેતા પરિહારે ફરિયાદમાં જણાવ્યું છે કે શિક્ષિકા દર્શના વિરૂધ્ધ વિદ્યાર્થી, વાલી અને ખુદ પોતે વાણી-વતૂર્ણક અંગે ફરિયાદ કરવામાં આવતા દર્શનાને ટકોર કરવામાં આવી હતી.
પરંતુ ત્યાર બાદ પણ દર્શનાના વર્તનમાં કોઇ સુધારો નહીં આવતા તેણે રાજીનામું આપ્યું બાદ બળજબરીથી ખોટી રીતે નાંણા કઢાવવા અને શાળાના મેનેજમેન્ટ અને ટ્રસ્ટીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ. ૧૧ લાખ પડાવી લીધા હતા. તેમ છતાં પણ પુજાની લાલચ નહીં સંતોષાતા મેનેજમેન્ટ અને ટ્રસ્ટીને બદનામ કરવા અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને ટ્રસ્ટીને બદનામ કરવાના નામે વધુ રૂ. ૫ લાખની બળજબરીની માંગણી કરી હતી અને મેનેજમેન્ટ અને ટ્રસ્ટીઓને શારિરીક ઇજા પહોંચાડવાની ધમકી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500