શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની વકિલ સના રઈસ ખાને બિગબોસ સિઝન 17માં પ્રવેશ કર્યો હોવાથી તેની સામે મુશ્કેલી વધી છે. સના ખાન ક્રિમિનલ લોયર છે અને ક્રુઝ ડ્રગ કેસમાં તેણે આર્યન ખાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ખાને હવે મનોરંજનના કાર્યક્રમમાં સહભાગી થતાં તેમની સામે બાર કાઉન્સિલમાં ફરિયાદ થઈ છે. એડવોકેટ આશુતોષ દુબેએ સોશ્યલ મીડિયા પર આ પત્રની નકલ પોસ્ટ કરી છે અને લખ્યું છે કે, પોતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને જણ કરી છે કે એડવોકેટ સાના રઈસ ખાન બિગ બોસ રિયાલિટી શોમાં સહભાગી થઈ છે. જે બાર કાઉન્સિલના નિયમનો ભંગ છે. નિયમ 47થી બાવન અનુસાર એડવોકેટોને આવક રળવા અન્ય કોઈ રોજગારમાં સંકળાવાથી પ્રતિબંધીત કરે છે. વધુમાં એડવોકેટ એક્ટ 1962 હેઠળ વકિલોને અન્ય ક્ષેત્રમાં પુલ ટાઈમ રોજગારમાં સહભાગી થવાથી અટકાવાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application