Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર અપમાનજનક ટિપ્પણી કરનાર નેતા વિરુદ્ધ ફરિયાદ

  • November 13, 2022 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર અપમાનજનક ટિપ્પણી કરનાર તૃણમૂલ કોંગ્રેસનાં નેતા અખિલ ગિરી મુશ્કેલીમાં છે. જેમાં BJP સાંસદ લોકેટ ચેટર્જીએ રવિવારે નોર્થ એવેન્યુ પોલીસ સ્ટેશનમાં ગિરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ચેટર્જીએ ગિરી સામે IPC અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) એક્ટની કલમો હેઠળ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, પાર્ટીનાં ચીફ મમતા બેનર્જીએ ગિરીને બરતરફ કરવા જોઈએ અને ઘટના માટે ખુદ રાષ્ટ્રપતિ મુર્મુની માફી માંગવી જોઈએ.

જોકે ફરિયાદ દાખલ કર્યા બાદ ચેટર્જીએ કહ્યું કે, મમતા બેનર્જીએ આ મામલે નિવેદન આપવું જોઈએ. અખિલ ગિરી તેમની સરકારમાં મંત્રી છે, તેમણે તેમને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ. તેમણે દિલ્હી આવીને માફી માંગવી જોઈએ. તે જાહેરમાં SC-ST વિશે ઘણું કહી શકે છે પરંતુ આ તેમના મંત્રીઓની વાસ્તવિક ભાવના છે.

બીજી તરફ અખિલ ગિરીની ટિપ્પણીના વિરોધમાં આદિવાસી સમાજના લોકોએ રવિવારે બાંકુડામાં રસ્તો જામ કરી દીધો હતો. ઘણી આદિવાસી સમિતિઓના સમર્થકો આજે ખડટા, બાંકુડામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ લોકોએ પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી જ્યોત્સના મંડીની કાર રોકી અને જોરદાર પ્રદર્શન કર્યું હતું. જોકે ભાજપનાં કાર્યકરોએ કોલકાતા સહિત રાજ્યના જુદા જુદા ભાગોમાં રેલીઓ કાઢી ગિરીને મંત્રી પદ પરથી બરતરફ કરવાની અને તેમની ધરપકડની માંગણી કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News