Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઈન્દોરમાં મૌલવી સહિત 6 લોકો વિરૂદ્ધ ફરિયાદ, બળજબરીપૂર્વક કરાવ્યા હતા 14 વર્ષની બાળકીના લગ્ન

  • June 17, 2022 

ઈન્દોરમાં 14 વર્ષની બાળકી સાથે 19 વર્ષના યુવકના કથિત રીતે બળજબરીપૂર્વક બાળલગ્નના એક વર્ષ બાદ વરરાજા અને મૌલવી સહિત 6 લોકો વિરૂદ્ધ FIR નોંધવામાં આવી છે. ખજરાના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દિનેશ વર્માએ ગુરૂવારે આ માહિતી આપી હતી.


દિનેશ વર્માએ જણાવ્યું હતું કે, બાળલગ્ન 4 જુલાઈ 2021ના રોજ થયા હતા. આ સમયે દુલ્હનની ઉંમર 14 વર્ષ હતી અને વરરાજાની ઉંમર 19 વર્ષની હતી. તેમણે જણાવ્યું હતું કે, બુધવારે નોંધાયેલી FIRમાં યુવક પર લગ્ન બાદ સગીર બાળકીને પોતાના ઘરે બંધક બનાવીને તેના પર બળાત્કાર કરવાનો આરોપ છે. વર્માએ કહ્યું હતું કે, FIRમાં બાળ લગ્ન નિષેધ અધિનિયમ 2006ના ઉલ્લંઘન માટે આરોપીઓમાં લગ્નની વિધિ કરનાર મૌલવી, વરરાજાની માતા અને લગ્નમાં સાક્ષી આપનાર 3 લોકોનો સમાવેશ થાય છે.


વર્માએ જણવ્યું હતું કે,પોલીસે બાળ લગ્ન પીડિત બાળકીની હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાવી છે. વહીવટીતંત્રની બાળ લગ્ન વિરોધી ફ્લાય સ્કવોડના પ્રભારી મહેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે,અમને ફરિયાદ મળી હતી કે વરરાજા પક્ષે સગીર બાળકી અને તેના પરિવારને ડરાવી ધમકાવીને બાળલગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. બાળ કલ્યાણ સમિતિએ પીડિત બાળકીનું નિવેદન નોંધ્યું છે. અમે બાળકીના નિવેદનના આધારે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. 


પાઠકે એ પણ જણાવ્યું હતું કે, ઈન્દોર જિલ્લાની એક ધાર્મિક સંસ્થાએ કેસ સાથે લગ્નનું પ્રમાણપત્ર જાહેર કર્યું હતું અને બાળ લગ્નના ખુલાસા બાદ આ દસ્તાવેજની તપાસ કરવામાં આવી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે, દેશમાં 21 વર્ષથી ઓછી ઉંમરના યુવક અને 18 વર્ષથી ઓછી ઉંમરની યુવતીના લગ્ન બાળ લગ્નની શ્રેણીમાં આવે છે જે કાનુની અપરાધ છે. બાળ લગ્ન નિષેધ અધિનિયમ 2006 હેઠળ દોષિતને 2 વર્ષ સુધીની સખ્ત કેદની સજા અથવા એક લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા કરવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application