Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

7 કરોડની છેતરપિંડી મામલે ભરૂચ ક્રેડાઇના પ્રમુખ સહિત 6 બિલ્ડરો સામે ફરિયાદ

  • August 22, 2022 

ભરૂચ ક્રેડાઈ પ્રમુખ રોહિત ચદરવાલા,મનોજ હરિયાણી સહિત 6 બિલ્ડરો સામે કરજણના બિલ્ડરો રૂપિયા 7 કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુના સાથે જાનથી મારી નાખવાની ઘમકીની ફરિયાદ કરજણ પોલીસ મથકે નોંધાવી છે.




કરજણ પોલીસ મથકે ભરૂચ,અમદાવાદ અને કરજણના 6 બિલ્ડરો સામે નોંધાવેલી ફરિયાદ મુજબ,ફરિયાદી અનુપમ બાલુભાઈ પટેલે (રહે. કંબોલા) કરજણ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલા છે.વર્ષ 2011 માં તેઓના પરિચિત એવા ભરૂચના બિલ્ડર જસુ પટેલ અને રેમન્ડના રાજન ભાઈએ તેમનો સંપર્ક ભરૂચના બિલ્ડર રોહિત ચદરવાલા સાથે કરાવ્યો હતો.બંને હાલના ભરૂચ ક્રેડાઈ પ્રમુખ રોહિત ચદરવાલાની ઝાડેશ્વરની 11.07 એકર જમીન ડેવલોપ કરવા માટે વેચાણ આપવાની વાત કરી હતી ત્યારબાદ રાજને ભરૂચના બિલ્ડર રોહિત સાથે અનુપમ પટેલની કરજણ ખાતેની ઓફિસમાં મીટીંગ કરાવી હતી. જમીન 2009-10માં ભરૂચના બિલ્ડર મનોજ હરિયાનીએ વેચાણે લીધી હતી. જે પાછળથી રોહિત ચદરવાલાએ આ જમીન મનોજ હરિયાણી પાસેથી ખરીદી હતી.




કરજણના અનુપમ પટેલ સાથે રોહિત ચદરવાલાએ જમીન ડેવલોપના નામે 46 કરોડોનો સોદો કર્યો હતો. જમીનના પેટે અનુપમ પટેલ અને રોહિત વચ્ચે કરાર થયો હતો. પ્રતિ એકર 4.17 કરોડ દીઠ જમીનની કુલ કિંમત 46 કરોડ નક્કી થઈ હતી. જે પૈકી અનુપમ પટેલે વર્ષ 2011 માં 7 કરોડ બિલ્ડર રોહિત ચદરવાલાને આપ્યા હતા.બાકીના 39 કરોડ જમીન N.A. અને ટાઈટલ ક્લિયર કરી 28 મહિનાની મુદતમાં આપવાનું નક્કી થયું હતું. અનુપમ પટેલ આ જમીનમાં સાઈ હરિ રેસીડેન્ટ પ્રોજેક્ટ બનાવવાનું ભાગીદાર દીપક પટેલ , જશુ પટેલ , હરદેવ વ્યાસ અને ઈશ્વરસિંહ પરમાર સાથે નક્કી થયું હતું. થોડા સમય બાદ ભાગીદાર જશુ પટેલ અને ઈશ્વરસિંહ પરમાર વચ્ચે તકરાર થઈ હતી અને જસુ પટેલે પોતાનો 15 ટકા હિસ્સો પરત લીધો હતો. ફરિયાદીએ માર્કેટમાંથી બે કરોડ લઈ ભાગીદાર તરીકે પોતાના ભાઈને સામિલ કર્યો હતો.




દરમિયાન ભરૂચના ઝાડેશ્વરની ક્રીમ એરિયામાં આવેલી 11.7 એકર જમીનનો સોદો 2014 માં ભરૂચના મનોજ હરિયાનીએ કરજણના ઈશ્વરસિંહ પરમાર સાથે કર્યો હતો. જેમાં રોહિત ચંદરવાલા એ બાનાખાતમાં સાક્ષી તરીકે સહી કરી હતી. આ જમીનમાં અગાઉ સાંઈ હરી રેસીડેન્સી પ્રોજેક્ટ શરૂ કર્યો છતાં ફરીથી સર્જનમ રેસીડેન્સીના નામે નવો પ્રોજેક્ટ શરૂ કરી તેમાં મકાનોના બુકિંગ અને બાંધકામની કામગીરી શરૂ થઈ હતી. જોકે એન.એ. અને ટાઇટલ ક્લિયરન્સ સહિત નકશામાં ક્ષતિઓને લઈ ભરૂચ જિલ્લા કલેકટરે 2 કરોડનો દંડ ફટકાર્યો હતો.




જે બાદ કરજણના જ ઈશ્વરસિંહ પરમારે આ જમીન આ પ્રોજેક્ટ અમદાવાદના 4 બિલ્ડરોને આપવા સમજૂતી કરાર કર્યો હતો. જેમાં ખેડૂતો પાસે સહીઓ કરાવી વેચાણ દસ્તાવેજ કરી અપાયો હતો. સમગ્ર પ્રકરણમાં ફરિયાદી અનુપમ પટેલે પોતાના 7 કરોડની વારંવાર ઉઘરાણી કરતા રોહિત ચદરવાલા સહિત 6 બિલ્ડરોએ હાથ ઊંચા કરી સામે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આખરે અનુમોન પટેલે ભરૂચના મનોજ હરિયાણી,રોહિત ચદરવાલા,ઈશ્વરસિંહ પરમાર,કૌશલ પટેલ,ભવાન પટેલ અને નિકુંજ ભટ્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેની તપાસ કરજણ પોલીસે હાથ ધરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application