નર્મદા જિલ્લાના દેડીયાપડા તાલુકા ના કોલીવાડા ( સાકવા )ફળીયાની જંગલ જમીન માં નિંદામણ કરતી મહિલા અને અન્ય બે વ્યક્તિઓ પર હુમલો કરી જાન થી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી ઊર્મિલાબેન નવલસિંગ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ કોલીવાડા ( સાકવા ) ફળીયાની જંગલ જમીન કંપાર્ટમેંટ નં.344 વાળી જમીન માં તેમણે અગાઉ કપાસ તથા તુવેરનું વાવેતર કરેલ તે જમીનમાં નિંદામણ કરવા માટે ગયેલા તે સમય દરમિયાન આ 47 વ્યક્તિઓ એ એક સંપ થઈ ત્યાં આવી તેમને વાવેતર કરેલ કપાસ તથા તુવર ના છોડવાઓ ઉખેડી નાખી
મૂળજી કાંતિભાઈ વસાવા એ ઊર્મિલાબેન ને ગાળો બોલી મોઢામાં મારમારી તેમજ સાહેદ કમલેશભાઇ અમરસીંભાઇ વસાવાને ગળદાપાટુ નો માર મારી તથા સાહેદ જીગ્નેશભાઇ મોહનભાઇ વસાવા ને લાકડી થી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ બાકીના 46 આરોપીઓ એ ઉર્મિલા બેન તથા બે સાહેદો ને ગાલો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઊર્મિલાબેન ની ફરિયાદ ના આધારે દેડીયપાડા પોલીસે 47 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500