ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારની જાહેર સેવા રાજ્યના પ્રજાજનો માટે ખૂબ જ કિફાયતી, ઉપયોગી, અને સલામત સાબિત થઈ છે ત્યારે, એસ.ટી.ડેપોના ડ્રાયવરો, કંન્ડક્ટરો તેમજ તમામ સ્ટાફ્ને તમાકુ નિયંત્રણ ધારો COTPA-2003 (સિગારેટ એન્ડ અધર ટોબકો પ્રોડોક્ટ એકટ)થી અવગત કરાવવાનો એક કાર્યક્રમ આહવા ખાતે યોજાઈ ગયો. ડેપો મેનેજર તેમજ ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાનાં NTCPSWની ઉપસ્થિતિમાં યોજાયેલા આ જનજાગૃતિ કાર્યક્રમમાં ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સની કલમ-4 (જાહેર સ્થળોએ ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ) અને તેના ઉલ્લંઘન બદલ ડેપો મેનેજરશ્રી, ડ્રાયવરો, તેમજ ટીકીટ કલેક્ટરશ્રી પણ કસુરવારોને રૂ.૨૦૦ સુધીનો દંડ કરી શકે છે.
જે બાબતની જોગવાઈઓથી તેમને અવગત કરાવાયા હતા. એસ.ટી.ડેપોમાં કલમ-૪નું ચુસ્તપણે પાલન થાય તેવી કાર્યવાહી હાથ ધરવા સાથે "તમાકુ મુક્ત બસ ડેપો" બનાવવા અંગે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. દરમિયાન એસ.ટી.ડેપો ખાતે IECના ભાગરૂપે “ધુમ્રપાન પ્રતિબંધિત વિસ્તાર”ના પોસ્ટરો પ્રદર્શિત કરવા સાથે તમાકુથી થતા નુકશાન, શારીરિક અને માનસિક રોગો, ભયંકર બીમારીઓ, વ્યસન છોડવાના ઉપાયો, તમાકુથી થતા વિભિન્ન પ્રકારના કેન્સરો, સામાજિક, નાંણકીય, સ્વાસ્થ્યને લગતા તમામ પ્રશ્નો ઉદભવે છે, જે અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500