Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનાં ભાવમાં 115 રૂપિયાનો ઘટાડો

  • November 02, 2022 

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનાં ભાવમાં 115 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે ઘરેલુ એલપીજી સિલિન્ડરનાં ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. તારીખ 6 જુલાઇથી ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. આ સાથે જ 19  કિલોગ્રામનાં એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 1859.50 રૂપિયાથી ઘટીને 1744 રૂપિયા, કોલકાતામાં 1995.50 રૂપિયાથી ઘટીને 1846 રૂપિયા, મુંબઇમાં 1844 રૂપિયાથી ઘટીને 1696 રૂપિયા અને ચેન્નાઇમાં 2009.50 રૂપિયાથી ઘટીને 1893 રૂપિયા થઇ ગયો છે.




જોકે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (આઇઓસીએલ) દ્વારા જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. જૂન મહિનાથી અત્યાર સુધીમા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં સાતમી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. સાત વખત કરાયેલા ઘટાડામાં જૂનથી અત્યાર સુધીમાં કુલ 610 રૂપિયાનો ઘટાડા કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application