Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજા-મહારાજાઓ માટેની ટિપ્પણી અયોગ્ય, રાજા મહારાજાઓને પણ કોંગ્રેસના સાશનમાં અનુભવ થયા છે : સી.આર.પાટીલ

  • April 29, 2024 

રાહુલ ગાંધીના નિવેદન પર સી.આર.પાટીલના પ્રહાર સામે આવ્યા છે. જેમાં સી.આર.પાટીલે રાહુલના નિવેદન પર પલટવાર કર્યો છે. તેમાં સી.આર.પાટીલે જણાવ્યું છે કે કોંગ્રેસની છબિ છતી થઈ રહી છે.રાજા-મહારાજાઓ માટેની ટિપ્પણી અયોગ્ય છે. આવી ટિપ્પણીથી કોંગ્રેસની નિયત ઉજાગર થઈ છે. રાજા-મહારાજાઓને પણ કોંગ્રેસના શાસનમાં અનુભવો થયા છે. એનાથી રાજા-મહારાજાઓકોંગ્રેસથી દૂર પણ થયા છે. એક-એક વ્યક્તિના સર્વેનું નિવેદન હતું. જે પૈસા આવશે લોકોમાં વહેંચવાની વાત કરી છે. લોકો પોતે મહેનત કરે છે, બચત કરે છે. બચત બિન અધિકૃત લોકોને આપી દેવાની વાત કરો છો. બચતને ઘૂસપેટિયાઓને આપવાની વાત કરો છો. રાજા-મહારાજા જમીન લઈ લે છે તેમ કોંગ્રેસ કહી રહ્યું છે. કોંગ્રેસ વર્ષોથી જમીન હડપવાનું કામ કરી રહી છે.



કોંગ્રેસ પર પલટવાર કરતા પાટીલે વધુ જણાવ્યું છે કે કોંગ્રેસની છબી આના પરથી છતી થાય છે. રાહુલ ગાંધીનું નિવેદનમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે. રાજા મહારાજાઓને પણ કોંગ્રેસના સાશનમાં જે અનુભવ થયા છે એનાથી એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે. રાહુલ ગાંધીના રાજા મહારાજાનાં નિવેદન પર ભાજપ નેતા યજ્ઞેશ દવેનું નિવેદન પણ સામે આવ્યું છે. રાહુલ ગાંધીનું આ નિવેદન બાળક બુદ્ધિ જેવું નિવેદન છે. કોંગ્રેસનાં પ્રમુખ રહી ચૂકેલા છે તેને ખ્યાલ હોવો જોઈએ. તેના દાદા નહેરુ હાજર હતા ત્યારે સરદાર વલ્લભ ભાઈ પટેલે રજવાડા એક કર્યા હતા. રાહુલ ગાંધીનાં નિવેદનને ભાજપ વખોડે છે. હડપ કરવાના વિચારો કોંગ્રેસનાં છે રાજા મહારાજાઓનાં નથી. દક્ષિણમાં ઉભા રહીને નિવેદન આપી રહ્યાં છે ત્યાં ઓબીસીનો હક છીનવી લઘુમતીને આપ્યો હતો. આવા અપમાનજનક નિવેદન કરી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application