Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી પોલીસની પ્રસંશનીય કામગીરી : ડોસવાડાના ત્રણ લુંટારૂઓને ઝડપી પાડ્યા, બંધન બેંકની બે મહિલા કર્મચારીની આંખોમાં મરચાની ભૂંકી નાખી ચલાવી હતી લૂંટ

  • August 27, 2021 

બંધન બેંકની મહિલા કર્મચારી ગતરોજ તેમની મોપેડ ગાડી લઇ સોનગઢના ધમોડી ગામની સીમમાં આવેલ ટાવર પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા લુટારૂઓએ ટીનુબેન અને પ્રિયંકાબેનની આંખમાં મરચાની ભૂંકી નાખી રૂપિયા ૧ લાખથી વધુની લૂંટ ચલાવી નાશી છુટ્યા હતા. જોકે ઘટનાની જાણ પોલીસને થતા ગણતરીના કલાકોમાં લુટારૂઓને ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી દીધા હતા.

 

 

 

 

 

રૂપિયા ૧,૨૧,૧૭૦/- ના મત્તાની લૂંટ કરી નાશી છુટ્યા હતા.

આજરોજ યોજાયેલી પ્રેસ કોન્ફરેન્સમાં મીડિયાને માહિતી આપતા ડીવાયએસપી આર.એલ.માવાણીએ જણાવ્યું હતું કે,તા.૨૬મી ઓગસ્ટ નારોજ બંધન બેંકમાં નોકરી કરતા અને કલેક્શનનું કામ કરતા મહિલા કર્મચારી ટીનુબેન નાહ્યાભાઈ ચૌધરી (ઉ.વ.૨૮) ધંધો નોકરી રહે,વ્યારા બેઠી કોલીની દક્ષિણાપથની સામે-વ્યારા જિ.તાપી મુળ રહે,વાંકલ વેરાવી ફળિયું તા.માંગરોળ જિ.સુરતનાઓ તેમની યામાહા અલ્ફા ગાડી નંબર જીજે/૧૯/એપી/૭૩૧૫ની લઇ બંધારપાડાથી સરૈયા રોડ પરથી ધમોડી ગામની સીમમાં આવેલ ટાવર પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે તેમની આંખમાં અચાનક કંઇક પડતાં ગાડી ઉભી રાખી આંખ સાફ કરતા હતા ત્યારે એક વગર નંબરની બાઈક ઉપર આવેલા ત્રણ અજાણ્યા ઇસમોએ ટીનુબેનની ગાડી પાસે લઈ આવી શું થયેલ છે ? તેમ પુછતાં ટીનુબેનએ તેઓને જણાવેલ કે, આંખમાં કંઇક પડેલ છે તેમ કહી વાતચીત કરતા હતા તે વખતે ટીનુબેનની આખમાં મરચાની ભૂંકી નાખીને ટીનુબેનને ધક્કો મારી નીચે પાડી દેતા ટીનુબેનએ બુમાબુમ કરતાં તેમની સાથે ગાડી લઈને આગળ ચાલતા પ્રિયંકાબેન ગામીતએ તેમની ગાડી ઉભી રાખી ટીનુબેન તરફ આવતા તેમની આંખમાં પણ મરચાની ભૂંકી નાખી ગાડીની ડીકીમાં મુકેલ બંધન બેંકના કલેક્શનના રોકડ રૂ.૧,૧,૧૭૦/- તથા ઓપો કંપનીમો મોબાઈલ કી.રૂ.૫ હજાર તથા બંધન બેંક તરફથી કલેક્શન એન્ટ્રી માટે આપેલ સેમસંગ કંપનીનું ટેબ કી.રૂ.૫ હજાર તથા એટીએમ,પર્સ મળી કુલ રૂપિયા ૧,૨૧,૧૭૦/- ના મત્તાની લૂંટ કરી નાશી છુટ્યા હતા.

 

 

 

 

 

તાપી જિલ્લા પોલીસે લુંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરી 

બનાવની જાણ પોલીસને થતા તાપીના એસપી અને ડીવાયએસપી નાઓના સુપરવિઝનમાં જિલ્લાની અલગ અલગ ટીમો બનાવી અંગત બાતમીદારો તથા સર્વેલન્સની મદદથી લુટારૂઓને ઝડપી પાડવા માટે યોગ્ય દિશામાં વર્ક આઉટ કરતા સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ અંગત બાતમીદારોથી માહિતી મેળવી હતી. જેમાં લુંટના ગુનામાં સંડોવાયેલ ત્રણેય આરોપીઓને ઝડપી પાડી લૂંટમાં ગયેલ મુદ્દામાલ પૈકીના રોકડા રૂ.૧,૦૯,૧૫૦/- તથા ગુનામાં વાપરેલ પેશન પ્રો બાઈક નંબર જીજે/૨૬/પી/૮૨૪૮ જેની કી.રૂ.૨૦ હજાર તથા મોબાઈલ ફોન નંગ-૩ જેની કી.રૂ.૧૦ હજાર મળી કુલ રૂ.૧,૩૯,૧૫૦/- નો મુદામાલ કબજે કર્યો હતો એટલું જ નહી લુટારૂઓ પાસેથી ઘાતક હથિયાર એક છરી પણ મળી આવી હતી. હાલમાં ગુનાની તપાસ સોનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.સી.ગોહિલ કરી રહ્યા છે. આમ,તાપી જિલ્લા પોલીસે લુંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરી છે.

 

 

 

પકડાયેલા લુટારૂઓ

(૧) આશિક ઉર્ફે આશિષ ઉર્ફે સેંદુ સલીમભાઈ ગામીત (ઉ.વ.૨૬) રહે,મોટા બંધારપાડા આમલી ફળિયું- મુળ રહે,ડોસવાડા ગાયવાડા ફળિયું-સોનગઢ

(૨) સુરેશભાઇ ઉર્ફે સુરજ દિનેશભાઇ ગામીત (ઉ.વ.૨૯) રહે,ડોસવાડા ગાયવાડા ફળિયું-સોનગઢ

(૩)તન્મયકુમાર રાજેશભાઈ ગામીત (ઉ.વ.૨૧) રહે, ડોસવાડા ગાયવાડા ફળિયું-સોનગઢ

 

 

 

 

આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

(૧) સુરેશભાઇ ઉર્ફે સુરજ દિનેશભાઇ ગામીત રહે,ડોસવાડા ગાયવાડા ફળિયું તા.સોનગઢ જિ.તાપીનો સોનગઢ પો.સ્ટે. ગુ.ર.નં. ૪૦/૨૦૦૭ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧ ના ગુનામાં પકડાઈ ચુક્યો છે.

(૨) આરોપી સુરેશભાઇ ઉર્ફે સુરજ દિનેશભાઇ ગામીત તથા આશિક ઉર્ફે આશિષ ઉર્ફ સેદું સલીમભાઇ ગામીત નાઓ વિરૂધ્ધમાં સુરત શહેર ઉમરા પો.સ્ટે.ખાતે રૂ. ૧૩ લાખની ઘરફોડ ચોરી પકડાયેલ છે. અને આશરે ત્રણ વર્ષ જેલમાં રહેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application