નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનાં પ્રથમ વર્ષ બી.કોમ, બીબીએ, બીએસસી તેમજ પાંચ વર્ષના ઇન્ટીગ્રેટેડ કોર્સ મળીને કુલ્લે 86075 બેઠકો પર પ્રવેશ માટે આજથી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રકિયાનો આરંભ થયો છે. આ વર્ષે અંદાજે 15,000 વિદ્યાર્થીઓએ અગાઉથી જ ઓનલાઇન પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. આ વિદ્યાર્થીઓએ અને જે વિદ્યાર્થીનું પરિણામ જાહેર થઇ ચૂકયુ છે. તે પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાનું રહેશે. નર્મદ યુનિવર્સિટી દ્વારા બોર્ડનું પરિણામ જાહેર થતા ગ્રાન્ટેડ, સ્વનિર્ભર કોલેજમાં પ્રથમ વર્ષ બી,કોમ, બીબીએ, બીસીએ, બીએસસી, એમએમસી ઇન્ટીગ્રેટ કોર્સ, ફાઇવ યર ઇન્ટીગ્રેટેડ એમઆરએ, બી.એ. માસ કોમ્યુનિકેશન, ફાઇન આર્ટસ, ઇન્ટરીયર ડિઝાઇન જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રકિયાનો આજથી આરંભ થઇ ચૂકયો છે.
જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન અગાઉથી કર્યુ છે. તે વિદ્યાર્થીઓએ આઇ.ડી પાર્સવર્ડથી લોગ ઇન કરી આગળનું ફોર્મ ભરવાનું રહેશે. જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ નથી. તેમને સો પ્રથમ કવીક રજિસ્ટ્રેશન કરી આગળનું ફોર્મ ભરવાનું રહેશે. જે વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થઇ ચૂકયા છે. માત્ર તે જ વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે. જે વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થવાની બાકી છે. તેઓએ જયારે પરિણામ જાહેર થાય બાદ સાત દિવસમાં ઓનલાઇન ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે.
આ વર્ષે પણ પ્રવેશ પ્રકિયા પાંચ ઝોન સુરત, વલસાડ, નવસારી, બારડોલી અને ભરૂચ હોવાથી વિદ્યાર્થીઓની પસંદગીની કોલેજ જે ઝોનમાં આવતી હોય તે ઝોનમાં અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે. વિદ્યાર્થીઓને જે પ્રવેશ ફાળવવામાં આવશે તે પ્રવેશ પ્રોવિઝનલ ગણાશે. કુલ બેઠકો પૈકી 80 ટકા બેઠકો ગુજરાત બોર્ડની અને 20 ટકા બેઠકો સીબીએસઇ તથા અન્ય બોર્ડના વિદ્યાર્થીઓને ફાળવાશે. આ વર્ષે પણ ફોર્મ ભરવાની પ્રકિયા સંપન્ન થયા બાદ જે તે કોલેજને મેરિટ ફાળવીને મેરિટના આધારે પ્રવેશ ફાળવાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500