આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે દેશની ચારેય દિશામાં એકતા અખંડિતતાનો સંદેશો ગુંજતો કરવા માટે મહારાષ્ટ્રના ગઢચિરોલીથી CRPFના ૨૫ જવાનો સાથે નિકળેલી સાઈકલ રેલી, તામિલનાડુ રાજયની પોલીસ દ્વારા નીકળેલી ૨૬ પોલીસ જવાનો સાથે નિકળેલી બાઈક રેલી કન્યાકુમારીથી ૨૦૨૫ કિ.મી.નું અંતર કાપી તેમજ કેરાલાના તિરંવુતપુરમથી CISFના ૪૨ જવાનો દ્વારા નિકળેલી સાઈકલ રેલી રાજપીપલા ખાતે આવી પહોચી હતી જ્યાં નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા રાજપીપલા શહેરના જકાતનાકાએ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કિરણભાઈ વસાવા, નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર અને સી.એન.ચૌધરી, પોલીસકર્મીઓ વગેરે સહિત શાળાની બાળાઓએ મહારાષ્ટ્રના CRPFના આસિસ્ટન્ટ કમાન્ડર ચેતન શિલોડકર, સેકન્ડ ઈન કમાન્ડર મુકેશકુમાર અને વિશાલ પાટીદાર, તમિલનાડુના એડીશનલ એસ.પી ડી. કુમાર, કેરાલાના CISFના આસિસ્ટન્ટ જનરલ અનીલ બાલી સહિત સાઈકલ-બાઈકવીરોનુ પુષ્પગુચ્છ અને દેશભક્તિના નારા સાથે ભવ્ય સ્વાગત કર્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application