Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડના રાનવેરી ગામ પાસે બે બાઈક વચ્ચે ટક્કર, એકનું સારવાર દરમિયાન મોત

  • March 09, 2023 

વાલોડના રાનવેરી ગામના માર્ગ ઉપર બે બાઈક વચ્ચે થયેલ ટક્કરમાં એક શખ્સનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનો બનાવ વાલોડ પોલીસ મથકે નોંધાયો છે.


મળતી માહિતી મુજબ વાલોડ તાલુકના રાનવેરી ગામમાંથી પસાર થતો કણજોડથી વાલોડ તરફ આવતા રોડ ઉપર ઝંડી ફળીયા પાસે તા.૦૮/૦૩/૨૦૨૩ મોટર સાયકલ નંબર જીજે/૦૫/એનજે/૬૬૧૬ના ચાલકે પોતાની મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઇ આવી ફરિયાદીની સુઝુકી એક્સેસ મોપેડ નંબરજીજે/૨૬/એસી/૮૧૮૭ને પાછળના ભાગે ટ્ક્કર મારતા ફરિયાદીના સબંધી દાદાજી રામસિંગભાઇ હરજીભાઇ ગામીત (ઉ.વ.૫૪ રહે, ભીમપોર ડુંગરી ખોખરી ફળીયા તા.વાલોડ) નાઓ નીચે ડામર રોડ ઉપર પટકાયા હતા જેમને મોઢાના તથા માથાના ભાગે ગંભીર આંતરિક મુઢ ઇજા પહોચાડતા સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો જોકે સારવાર દરમ્યાન રામસિંગભાઇ ગામીતનું મોત નિપજ્યું હતું.


બનાવ અંગે જીતેન્દ્ર દિપકભાઇ ગામીત રહે, પેથાપુર દુમાસી ફળીયું તા.મહુવા જી.સુરત  નાઓની ફરિયાદના આધારે પોલીસે બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application