દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર અહીંયા રિપબ્લિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્કૂલ બસ અને કાર વચ્ચેની અથડામણમાં છ લોકોનાં મોત નીપજ્યાં હતા.આ અકસ્માત અંગે એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસએ જણાવ્યું કે નોઈડાની બાલ ભારતી સ્કૂલની બસ દિલ્હીના ગાઝીપુરથી CNG ભરીને એક્સપ્રેસ વે પર મેરઠ તરફ વિરુદ્ધ દિશા (wrong side)માં જઈ રહી હતી.તે જ સમયે મેરઠ તરફથી આવી રહેલી એક કાર બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. મૃતકોની ઓળખ નરેન્દ્ર, અબિતા, હિમાંશુ, દીપાંશુ, વંશિકા તરીકે થઈ છે અને અન્ય એકની ઓળખ થવાની બાકી છે. કારમાં કુલ આઠ લોકો સવાર હતા, જેમાં બે મહિલા અને પુરૂષના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
આ સાથે બે બાળકોના પણ મોત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જિલ્લા અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચવા અને ઘાયલોને યોગ્ય સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાનો નિર્દેશ આપ્યો હતો.મૃતકોના આત્માની શાંતિની કામના કરતા મુખ્યપ્રધાને પીડિત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ અકસ્માત અંગેનો વીડિયો વાઇરલ થયા પછી લોકો એને જોઈને ડ્રાઇવરની મૂર્ખામી પર રોષ વ્યકત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500