સોનગઢના પીપળકુવા ગામ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક બાઈક ચાલકનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું. જયારે બીજા બાઈક ચાલકને શરીરે ગંભીર ઈજા પહોચતાં 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનો બનાવ ઉકાઈ પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ સોનગઢના પીપળકુવા ગામના પાલીસ ફળીયામાં રહેતા 40 વર્ષીય પંકજભાઈ ગુમાનભાઈ ગામીત,દાદરીયા સુગર ફેકટરીમાં શેરડી કાપણી દેખરેખ માટે સુપરવાઈઝર તરીકે કામ કરતા હતા.પંકજભાઈ ગુરુવારની રાત્રીએ પોતાની બાઈક નંબર જીજે/26/એમ/4326 લઈને સીંગપુર ગામથી પાલીસકુવા તરફ પોતાના ઘર આવતા હતા.તે દરમિયાન પીપળકુવા ગામની સીમમાંથી પસાર થતો સિંગપુરથી પીપળકુવા ગામ તરફના રોડ ઉપર એક નંબર વગરની એકટીવા મોપેડ ગાડીનો ચાલક કિરણભાઈ દિલીપભાઈ ગામીત રહે, પીપળકુવા ગામ તા.સોનગઢ નાઓએ પોતાની કબજાની એકટીવા મોપેડ ગાડી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી સામેથી પંકજભાઈ ગામીતની બાઈકને અથડાવી દેતા પંકજભાઈ રોડ પર પટકાતા તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું જયારે એકટીવાનો ચાલક કિરણ ગામીતને શરીરે ઈજાઓ પહોંચતા ઈમેજ્ન્સી સેવા 108ની મદદથી સોનગઢની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે રોહિતભાઈ પંકજભાઈ ગામીતની ફરિયાદના આધારે ઉકાઈ પોલીસે એકટીવા ગાડીનો ચાલક કિરણભાઈ ગામીત સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500