Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોરબીની કોર્ટમાં દક્ષ પટેલ અને ટીએમસી પ્રવક્તા વિરુદ્ધ કલેકટરે બદનક્ષીની ફરિયાદ કરી, વિગત જાણો

  • December 11, 2022 

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હોય જે મુલાકાતમાં વડાપ્રધાનના ખર્ચની વિગતો આરટીઆઈથી સામે આવી હોવાનું જણાવીને ટ્વીટ કરવામાં આવ્યું હતું જેને પગલે સરકાર અને તંત્રની બદનામી થઇ હોવાથી જીલ્લા કલેકટર દ્વારા મોરબીની કોર્ટમાં દક્ષ પટેલ અને ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલે વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી છે તેવી માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે.



જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પીએમ નરેન્દ્ર મોદી ઝૂલતો પુલ તૂટી પડ્યા બાદ મોરબી આવ્યા હતા જ્યાં તેઓએ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને ઘટનાસ્થળની મુલાકાત લેવા ઉપરાંત અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી જે મુલાકાત મામલે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઇ હતી જેમાં આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલ માહિતી મુજબ પીએમ મોદીની મુલાકાતમાં ૩૦ કરોડથી વધુનો ખર્ચ થયો છે તેવું લખવામાં આવ્યું હતું જે પોસ્ટને કારણે સરકાર અને તંત્રની બદનામી થઇ હોવાથી મોરબી જીલ્લા કલેકટર દ્વારા મોરબી કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે દક્ષ પટેલ અને ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલે વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે.




સોશ્યલ મીડિયામાં જે પોસ્ટ વાયરલ કરવામાં આવી છે જેમાં પીએમની મુલાકાત સમયે રૂ ૩૦ કરોડનો ખર્ચ થયાનું જણાવ્યું છે અને આ માહિતી આરટીઆઈ મારફત વિગતો સામે આવી હોવાનું લખવામાં આવ્યું હતું જોકે આવી કોઈ આરટીઆઈ હેઠળ તંત્ર પાસેથી વિગતો માંગેલ ના હોય અને વહીવટી તંત્ર દ્વારા કોઈને આ પ્રકારની માહિતી આપવામાં આવી ના હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે જેથી તંત્ર અને સરકારની બદનામી થઇ હોવાથી કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હોવાની માહિતી સુત્રો જણાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application