Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કલેક્ટર એચ. કે. વઢવાણીયાના હસ્તે તાપી જિલ્લાના ૧૫ દિવ્યાંગ ઉમેદવારોને રોજગાર પત્ર એનાયત કરાયા

  • June 25, 2021 

જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તાપી જિલ્લાના દિવ્યાંગ ઉમેદવારોને રોજગારી આપવાના સંયુક્ત પ્રયાસો થકી જિલ્લાના ૧૫ જેટલા દિવ્યાંગ ઉમેદવારોને ખાનગીક્ષેત્રમાં રોજગારી આપવામાં આવી છે. તેઓને આજે કલેક્ટર કચેરીના સભાખંડમાં નવ નિયુક્ત કલેક્ટર એચ. કે.વઢવાણીયાના હસ્તે રોજગારપત્ર એનાયત આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે કલેક્ટરએ પસંદગી પામેલ દિવ્યાંગ ઉમેદવારોને ઉજવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

 

 

 

 

ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર કચેરીના અધિકારી-કેરીયર કાઉન્સીલરો દ્વારા જિલ્લાના ઔદ્યોગિક એકમોનો સંપર્ક કરી તેઓના એકમોમાં રહેલ ૨૦ જેટલી જગ્યાઓ મેળવી લાયકાત મુજબ દિવ્યાંગ ઉમેદવારોનો સંપર્ક કરી તેઓની વેકેન્સી સામે ઉમેદવારોની પ્રોફાઈલ મેચીંગ કરીને ઔદ્યોગિક એકમોમાં ૧૫ દિવ્યાંગોને રોજગારી પુરી પાડવા માટે સફળતા મળી હતી. જે અન્વયે દિવ્યાંગ ઉમેદવારોને રોજગારી આપવામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-વ્યારા અને સરકારી શ્રમ અધિકારી-વ્યારાનો સહયોગ મેળવી જિલ્લા રોજગાર વિનિમય કચેરી વ્યારા-તાપી દ્વારા જિલ્લાના ઔદ્યોગીક એકમોમાંથી ૨૦થી વધુ દિવ્યાંગ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ છે, જે પૈકી આજે ૧૫ ઉમેદવારોને રોજગારપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

 

 

 

 

આ પ્રસંગે પૂર્વ કલેક્ટર આર.જે.હાલાણી, જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડીયા,પોલિસ વડા સુજાતા મજમુદાર, નાયબ વનસંરક્ષક આનંદકુમાર તથા નોકરીદાતાઓ સહિત સબંધિત અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નોકરી દાતાઓને પણ દિવ્યાંગ ઉમેદવારોને રોજગારી આપવા બદલ પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા. રોજગાર અધિકારી એન.ડી.ભીલ દ્વારા જિલ્લાના દિવ્યાંગ ઉમેદવારો વધુમાં વધુ રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવે અને રોજગારી મેળવવા માટે રોજગાર કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.                                     


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application