Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે યોજાયો ‘રાસ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ અંતર્ગત સ્વ સહાય જૂથોનો સામૂહિક લોન વિતરણ કાર્યક્રમ

  • May 14, 2022 

ડાંગ જિલ્લાના મહિલા સ્વસહાય મહિલા જૂથોને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પ્રવર્તતી વિવિધ રોજગારી અને સ્વરોજગારીનો લાભ લઈને, સ્વવિકાસ સાધવાની હિમાયત કરતા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવીતે, સફેદ મૂસળી જેવા ઔષધિય પાકોમા રહેલી અર્થ ઉપાર્જનની વિપુલ શક્યતાઓનો લાભ લેવાની પણ અપીલ કરી હતી. ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી.-ગાંધીનગર, અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-આહવા પુરસ્કૃત ‘રાસ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ કાર્યક્રમ અંતર્ગત, જિલ્લાના સ્વસહાય જૂથોને બેન્ક લીંકેજીસ કેશ ક્રેડિટ કેમ્પમા પ્રમુખ ગાવીતે ડાંગ જિલ્લાના સ્વસહાય જૂથોના મહિલા સભ્યોને ચેક, લોન મંજૂરી પત્રો પણ એનાયત કર્યા હતા.



આહવાના ડાંગ દરબાર હોલ ખાતે આયોજિત કાર્યક્રમમા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે પણ વિશેષ ઉપસ્થિત રહી, મહિલા સ્વસહાય જૂથોને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી, વ્યવસાય-સેવા-અને ઉત્પાદનોના માર્કેટિંગ સહિત સ્વછતા ઉપર વિશેષ લક્ષ કેન્દ્રિત કરવાની હિમાયત કરી હતી. ધારાસભ્યએ આંબા કલમ ઉછેર જેવા વ્યવસાયમા પણ સ્વસહાય જૂથોને આગળ આવવાની અપીલ કરી હતી.



ઉલ્લેખનીય છે કે, મહાનુભાવોના હસ્તે લાભાર્થી જૂથોને રીવોલ્વીંગ ફંડ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેંટ ફંડ સહિત સરકારશ્રીની વિવિધ યોજનાકીય લાભો પણ એનાયત કરાયા હતા. કાર્યક્રમમા ૩૬૦ જેટલા સ્વસહાય જૂથોને રૂ.૧ લાખથી લઈને રૂ.૪ લાખ સુધીની લોનના મંજૂરી પત્રો અને ચેક એનાયત કરાયા હતા. મહિલાઓના સશક્તિકરણ અર્થે આયોજિત આ કાર્યક્રમમા ડાંગ જિલ્લા ભાજપા પ્રમુખ દશરથભાઈ પવાર, સહિત મહિલા પ્રભાતિ શ્રીમતી સિતાબેન નાયકે પણ વિશેષ હાજરી આપી, જૂથની ગ્રામીણ મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application