Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં આગામી પાંચ દિવસ કડકડતી ઠંડીની આગાહી, નલિયા સૌથી ઠંડુ શહેર : આખા દેશમાં સૌથી વધુ ઠંડા શહેરી વિસ્તાર તરીકે લેહ નોંધાયો

  • December 11, 2023 

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ડિસેમ્બરની શરૂઆતમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારબાદ એક સપ્તાહ ઠંડીમાં વધ ઘટ જોવા મળી હતી. પરંતુ હવે આ માહોલ વિખેરાતાં અને લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આગામી પાંચ દિવસ કડકડતી ઠંડીની આગાહી કરાઈ છે. જોકે નોંધાયેલા તાપમાન અનુસાર, રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર 9.4 ડિગ્રી તાપમાન, અમદાવાદ શહેરનું તાપમાન 17 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી, સુરતમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી પાંચ દિવસ ફુલગુલાબી ઠંડી જોવા મળશે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટરએ જણાવ્યુ કે, રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની કોઈ સંભાવના નથી. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરના તાપમાનમાં વધુ ઘટાડો નહિ થાય. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી નથી. પરંતુ 15થી 20 ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.



આ દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠું થશે અને હાડ થીજવતી ઠંડી પડશે. તારીખ 12 ડિસેમ્બર પછી ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બનશે. જેના લીધે ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. તારીખ 22 ડિસેમ્બર આસપાસ ઉત્તર પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા થયા બાદ ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. જયારે અલનીનોની અસરના કારણે અરબ સાગરમાં લો-પ્રેશર બની રહ્યુ છે જેના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. વધુમાં બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ધુમ્મસ આવશે. ગુજરાતમાં પણ તેની વહેલી સવારે અસર જોવા મળશે. હવે ધીમે ધીમે ઠંડીનુ પ્રમાણ વધશે. ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે. અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના હલચલ જોવા મળશે. આ સાથે તારીખ 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય સિસ્ટમ બની શકે છે.



ત્યારે હવે કહી શકાય છે કે ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીના દિવસો આવશે. ઉલ્લેખનીય છે કે, તારીખ 12 અને 13 ડિસેમ્બરે કાતિલ ઠંડીની પણ આગાહી કરાઈ છે. હવામાન વિભાગના અનુસાર, આગામી પાંચ દિવસો સુધી ઉચ્ચતમ તાપમાનમાં કોઈ ઘટાડો થવાનું અનુમાન નથી. વિભાગના અધિકારીઓના અનુસાર, હિમાલયની તળેટી વાળા શહેરોમાં જરૂર દિવસે થોડું તાપમાન ઘટી શકે છે. પરંતુ પારામાં ખુબ ઝડપથી ઘટાડો નોંધાયો નથી. પહાડી વિસ્તારોથી લઈને મેદાની વિસ્તારો સુધી ધીરે-ધીરે ઠંડી વધી રહી છે. પરંતુ હજુ પણ દેશના પહાડી શહેરોમાં દિવસે પારો માઈનસમાં નથી પહોંચ્યો. જ્યારે મેદાની વિસ્તારોમાં પણ દિવસે તાપમાનમાં એટલો ઘટાડો નોંધાયો નથી.



હવામાન વિભાગના આંકડા અનુસાર, શિમલા, મનાલી, શ્રીનગર અને લેહ જેવા ઉંચાઈ વાળા શહેરોમાં આગામી એક અઠવાડિયા સુધી તાપમાન માઈનસમાં જવાની કોઈ સંભાવના નથી. આખા દેશમાં સૌથી વધુ ઠંડા શહેરી વિસ્તાર લેહ નોંધાયો છે. જ્યારે ત્યાં પારો માઈનસ 11 ડિગ્રી સુધી પહોંચ્યો. હવામાન વિભાગના અનુમાન અનુસાર, પહાડો પર દિવસે પારામાં તેજીમાં ઘટાડો થશે અને પવન ફૂંકાશે તો મેદાની વિસ્તારોમાં દિવસનો પારો ઘટશે. હવામાન વિભાગના અનુમાન અનુસાર, આગામી બેથી ત્રણ દિવસોમાં દેશના ઉત્તર વિસ્તારના મેદાની વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રીના ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. હજુ વધુ પડતા મેદાની વિસ્તારોના શહેરી વિસ્તારોમાં ન્યૂનતમ પારો 10થી 12 ડિગ્રી સેલ્સિયસની નજીક અટકેલો છે. આગામી કેટલાક દિવસોમાં દિલ્હી NCR, લખનઉં, ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, લુધિયાણા, જમ્મૂ સહિત પટના જેવા શહેરોમાં રાત્રે ઠંડી વધશે. આ શહેરો અને ઉત્તરના રાજ્યોમાં રાત્રે પારો 7 થી 10 ડિગ્રી વચ્ચે હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે. મેદાની વિસ્તારોના શહેરોમાં દિવસે તાપમાન હજુ પણ 20 થી 24 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે બનેલું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News