Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાષ્ટ્રપતિએ વક્ફ કાયદામાં સુધારા માટે સંસદે પસાર કરેલા બિલને આખરે મંજૂરી આપી

  • April 07, 2025 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વક્ફ કાયદામાં સુધારા માટે સંસદે પસાર કરેલા બિલને આખરે મંજૂરી આપી દીધી છે. જેથી  આ બિલ હવે કાયદામાં ફેરવાઇ ગયું છે અને સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડી તેનો અમલ કરવામાં આવશે તે સાથે જ આ કાયદો આઝાદી પૂર્વેના મુસલમાન વક્ફ કાયદાનું સ્થાન લેશે. દરમિયાન વક્ફ કાયદામાં સરકારે કરેલા સુધારા સામે વધુ એક અરજી દાખલ કરાઇ છે.


આ વધુ એક અરજી કેરળના મુસ્લિમ સ્કોલર્સ અને મૌલવીઓના સંગઠન સમસ્થ કેરલા જમીયથુલ ઉલેમા દ્વારા કરવામાં આવી છે. જેમાં અરજદારોએ દાવો કર્યો છે કે સરકારે કાયદામાં સુધારા કરીને વક્ફના ધાર્મિક સ્વરૂપને જ બદલી નાખ્યું છે. સાથે જ તે વકફ બોર્ડના લોકશાહી ઢબે સંચાલનને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે. રાજ્યો અને વકફ બોર્ડના જે અધિકારો છે તેને છીનવી લેવામાં આવ્યા છે. આ પહેલા સાંસદ અસાદુદ્દીન ઓવૈસી અને કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ દ્વારા પણ આ જ પ્રકારની અરજી કરાઇ છે. તેથી આ ત્રીજી અરજી દાખલ કરવામાં આવી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application